એમ સ્પર્શે પવન તારી યાદનો – મેઘબિંદુ

raining.jpg

સ્વર – સ્વરાંકન ઃ વિજલ પટેલ

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

રોમરોમ આજ મારા પુલકિત થઇ રાચતા
આંખોથી છલકાતા ગીતે
હૈયાનાં ધબકારા થનગનતા નાચતા
તારી સોહામણી પ્રીતે

બાગમાં ઘૂમ્યા ને ખેતરમાં ઘૂમ્યા
ને પોંકની મીઠાશને મેં પીધી
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
હૂંફાળી ઓથ તારી લીધી

ઝરમર વરસાદમાં પલળ્યાની વેળ
હજુ મહેક્યા કરે છે આજ એવી
તેં દીધેલી વાત મેં સાચવી રાખી
નથી મારે એ કોઇને રે દેવી

સાથે મળીને જે બાંધ્યો છે પુલ
એ છે તારા ને મારા વિશ્વાસનો
જન્મોજનમનો આ ઋણાનુબંધ
નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

18 replies on “એમ સ્પર્શે પવન તારી યાદનો – મેઘબિંદુ”

 1. Pravin Shah says:

  પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
  એમ સ્પર્શે પવન તારી યાદનો ……..
  સુંદર ગીત!
  સુંદર લયબધ્ધ રચના!

 2. મજાનું ગીત… પોંકની મીઠાશ પીવાની વાત ગમી ગઈ… મારું સુરત શહેર ઉજાગર થઈ ગયું…

 3. pragnaju says:

  મધુરું મધુરું ગીત
  સાથે મળીને જે બાંધ્યો છે પુલ
  એ છે તારા ને મારા વિશ્વાસનો
  જન્મોજનમનો આ ઋણાનુબંધ
  નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો
  કાશ, બધાને આ સમજાય!
  ‘સંબંધ તો આકાશ’ એ કવિ મેઘબિંદુના કાવ્ય સંગ્રહમાંની
  તેમની આ પંક્તી તો યાદ રહી ગઈ!
  આ જગત સાથેનો એવો છે સંબંધ,
  જિંદગી ડૂબી છતાં તરતી રહી.
  વિવેકની આ પંક્તી યાદ આવી
  તારી ને મારી વચ્ચેનું અંતર કહું, શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે…

 4. Vijay bhatt says:

  Reminds me of
  આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે..

  http://tahuko.com/?p=780

 5. મજાનું ગીત… પણ યાર, આ પરદેશમાં તેં પોંકની મીઠાશને ક્યાં યાદ કરાવી?!!

 6. ચાલ, એક ચમચી ખાંડ ખાઈ લઈશ હવે… 🙂

 7. dipti says:

  મધુરુ મીઠુ મીઠુ મનભાવન ગીત….

  સાથે મળીને જે બાંધ્યો છે પુલ
  એ છે તારા ને મારા વિશ્વાસનો
  જન્મોજનમનો આ ઋણાનુબંધ
  નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો

 8. Mehmood says:

  પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
  એમ સ્પર્શે પવન તારી યાદનો

  તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને
  facebook માં ફંફોસ્યા કરું. …

 9. asha says:

  …તારી યાદ તો, googleમાં તને શોધ્યા કરું, orkut ને
  facebook માં ફંફોસ્યા કરું…very nice!!

  …તારી યાદનો પવન …

 10. “ઝરમર વરસાદમાં પલળ્યાની વેળ
  હજુ મહેક્યા કરે છે આજ એવી
  તેં દીધેલી વાત મેં સાચવી રાખી
  નથી મારે એ કોઇને રે દેવી”
  It takes for a soft smooth amd cool journey thru’ the by-lanes of the PAST . The MIND, BY ITS NATURE,
  GETS ATTACHED TO THE LOVEFUL AND LOVE-ABLE MOMENTS…SO SWEET AND SOCKED WITH FEELING SO TOUCHY…
  I am really grateful for enriching my heart by pleasure ,happiness adding charm to life…Thanks to “ALL”,CONNECTED AND CONSERNED…-La’ Kant.”Kaink”

 11. dipen says:

  પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
  એમ સ્પર્શે પવન તારી યાદનો

  maja aavi gai….
  sathe ghanu badhu yaad pan aavi gayu….

 12. La'Kant says:

  સલ્લામ મેઘજીભાઈ!
  જય હો !
  “વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
  હૂંફાળી ઓથ તારી લીધી”
  મન જ્યારે મુગ્ધ થઈ જાય, કુદરતી હૂંફ-ઉષ્માનો એહસાસ અસ્તિત્વ સમગ્રમાં વ્યાપી જાય ત્યારે બીજું કશ્શુંય દેખાય-જણાય નહીં … એજ સ્વર્ગ, એવું લાગ્યા કરે અને એ કાળ લંબાતો રહે…મન કહ્યા કરે!….આવો સમય લગભગ દરેકના જીવનમાં એક વાર તો આવતો જ હશેને? ઘણા વર્ષો પહેલાં વન્ચાયલી વીનેશ અંતાણીની નોવેલ “પ્રિયજન”,અમ્રિતા પ્રીતમની ” રેવેન્યુ ટીકટ” હરીન્દ્ર દવેની એક પ્રેમકથા જેમાં વત્સલ અને રંજના મુખ્ય પાત્રો હતા …મનના આકાશમાં જબક્યા કરે છે!

  ફરી એક વાર તમારી રસ-સભર કૃતિ દિલથી માણી .નવનીતભાઈને ત્યાં ના મિલન-સાહિત્ય-સભામાં, તમારી સાથે પહેલી મુલાકાત,મેટ્રો ટોકીઝ પાસે એક જુના મકાનમાં ત્રીજે માળે,ત્યાં પેલા જયંતીભાઈએ તમારા બે પુસ્તકો “દરિયો ” અને ” સંબંધ તો આકાશ”ની લ્હાણી કરેલી તે બરોબર યાદ છે!!! તે પછી તો તમને ઘણા ઘણા માણ્યા છે. મળ્યા પણ ઘણી વાર .અને ખાસ તો માટે તમે શુભેચ્છક તરીકે આમુખ-પ્રસ્તાવના-કૃતિ-પરિચય લખી આપી જે સાથ-સહકાર આપ્યા તેનું ઋણ કેમ ભુલાય? આજે પુનઃ એવી ઘણી બધી ક્ષણો જીવંત થઈ! એજ આનંદ ફરી એક વાર અંકે થયો!
  આભાર તમારો.
  કોઈ પ્રિયજન ખૂબ યાદ આવે..ત્યારે…ઉમટતી ભાવ-ભરતી સારી રીતે વ્યક્ત થઈ છે!
  હાથવગી પંક્તિઓ….સમી આવી છે તો…સાદર પેશ છે!

  “एक ज़रा सा ग़म-ए-दौराँ का भी हक़ है जिस पर,
  मैने वो साँस भी तेरे लिये रख़ छोड़ी है,- “કતિલ શિફાઈ”

  “તારી આંખોમાં કંઈક તો જરૂર છે.
  એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
  ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
  મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
  કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,”- “મહેશ શાહ”

  ..લા’કાન્ત / ૩૦-૩-૧૨

 13. ramesh vyas says:

  ક્રુતિ વન્ચિ ને ખરેરેખર યાદો પવનનિ જેમ સ્પર્સિ ગૈ સાથે સાથે ભુતકાલમા વાન્ચેલ વિનેશ અન્તાનિનિ સ્વજન ખાસ ાદ આવિ.

 14. Natubhai Modha says:

  પવન તારા બદનને સ્પર્શીને અથડાયો મારા શરીરે,
  રોમાંચ અને કંપ, અરે ના, ના, ધરતીકંપ થયો શરીરે

 15. Fatema says:

  વાહ!

 16. Anila patel says:

  સરસ ગીત અને એટલુજ સરસ સ્વરાન્કન.

 17. Vijal says:

  Jashree Ben,
  Thank you so much for sharing this composition.
  Vijal Patel

 18. Amar Vashi says:

  વાહ!ખુબ સુંદર ઉપમાથી ઉપાડ! બીજી પંક્તિ વાંચતાં મારા મનમાં ઉઠેલી પંક્તિ -‘એમ સ્પર્શે તારી યાદ મારા દિલમાં’ વિજલના કામણગારા કંઠ અને સ્વરાંકન માટે તો શું કહેવું! ધરપત ના થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *