પ્રભુ અંતર્યામી… અને અસત્યો માંહેથી.. આ બે કડીઓ તો ઘણી પ્રચલિત અને જાણીતી છે, પણ આજે રવિનભાઇ અને સાથીઓ પાસે આખું અષ્ટક સાંભળીએ… !! સાથે આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
સ્વર : રવિન નાયક અને સાથીઓ
કવિ : નાન્હાલાલ દલપતરામ કવિ
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8
When I was in High school (Diwan Ballubhai Madhymick Shala) we use to do prayer before the school starts
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા, I did not known that Nanalal Kavi Has created. Thanks for true entertainment.
થિસ ઇસ પેર્હપ્સ થે બેસ્ત પ્રયેર ઇન ગુજરતિ. ઇત નોદોઉબ્તોન્તૈન્સ ત્રન્સ્લતિઓન્સ ઓફ મન્ય સન્સ્ક્રિત્સ્લોકસ એત બુત સ્તિલ્લ ઇસ ઇસ થે બેસ્ત્
જયશ્રીબેન,
Thank you very much for sharing this અષ્ટક in its entirety. This is once in a lifetime opportunity for a Gujarati whose only literary connection is through Tahuko.com.
Wish you and your loved ones all the love and prosperity on દિવાળી, અને નુતન વર્ષ ની શુભકામનઓ.
પ્રશાંત
અત્યંત સુંદર રચના. એટલી જ ભાવસભર પ્રસ્તુતિ. આભાર.
અન્ધશ્રદ્ધા અને વહેમરુપી અન્ધકારને દુર કરી, વીવેકબુદ્ધીરુપી પ્રકાશના અજવાળામાં સૌનું જીવન રોશનીથી ઝળહળી ઉઠે એવી દીલી કામનાઓ..
નવલા વર્ષનું પરોઢ, આપના આદર્શ અને નવા વીચારો મુજબનાં આપ સૌનાં સોનેરી સોણલાં સાકાર થાય એવી દીલી ઈચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..
બહુ સરસ્