મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી

સ્વર : ભુપીન્દર
સંગીત : અજીત શેઠ
આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

– જગદીશ જોષી

9 replies on “મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી”

  1. મને આપો ઉછીનુ સુખ ગઝલનો ઉપાડ જ કેટલો સરસ છે?અજીત શેઠના સન્ગીતમા ભુપીન્દરના સ્વરમા સન્ભળ્વાની મઝા આવી.

  2. જગદિશ જોષી ગુજરાતી કવીતા નુ સૌભાગ્ય છે એમની એક બીજી હૃદય સ્પર્શી રચના- ધારકે એક સાજે
    આપણ મલ્યા….

  3. જગદિશ જોષી ગુજરાતી કવીતા નુ સૌભાગ્ય છે.

  4. પરમ સુખ સતોશ મધ્યે પ્રાપ્ત કરિ સકક્યે તે મહન વાત થિ આ કવિ અજાન , ખેર , ઉતમ સ્વર ને સન્ગિત્નિ રચ્ન બદલ આબ્બ્ભાર , ધન્યવાદ્,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,આભિ નન્દન ;;;;;;

  5. ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
    ને પછી સામે આ ખડકી દિવાલ,
    ઉડે છે ધૂળનાં રે વાદળ ને
    આસપાસ પારધીએ પાથરી છે જાળ,
    બંધ આંખે ઉજાગરાને ઓઢું
    મને આપો ઉછીનું સુખ થોડું….!!

    કેટલું સુંદર છે આ ગીત..આંખે કંકુના સૂરજ આથમ્યા…આાલ્બમ માં બધાં જ આટલા સરસ ગીતો છે? એક પણ સાંભળવા મળ્યું “ટહુકા”ના લીધે..જરુર વધુ પણ મળશેજ આશા રાખું છું.

  6. બાવલ નિ દાલ ,રેતાલ સમ્બન્ધો, પાર્ધિ નિ જાલ !સામન્ય માનસ ના ભાવ કવિ કેત્લિ સરસ રિતે પ્રગતાવિ શકે ચ્હે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *