અણગમતું આયખું (ની ઉક્તિ) – જગદીશ જોષી

પહેલા મુકેલું (Mar 12, 2008) કવિ જગદીશ જોષીનું આ કાવ્ય આજે સાંભળ્યે હેમા દેસાઈ ના સ્વરમાં…..

250672625_d641f74cc6_m.jpg

સ્વર – હેમા દેસાઈ
સંગીત – આશિત દેસાઈ
આલબ્મ – સ્વરાંગિની

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

—————————-

સાથે વાંચો એક સુંદર સંકલન : સાંજ અને જગદીશ જોષી

11 replies on “અણગમતું આયખું (ની ઉક્તિ) – જગદીશ જોષી”

  1. “મારાથી સાવ મને અળગી કરીને નાથ,
    કાયમની કેદ મને આપો !”

    બે માંથી ” એક” થવાની આ આદિમ ઈચ્છા …શાશ્વત રહેવાની …

    ” મને આપો એક સાંજ, મને આપો એક રાત
    મને આપો એક એવો આશ્લેષ – …”
    જીવનમાં “અનુભવાયેલા અસંતોષ” અને રહી ગયેલી “અતૃપ્ત ઈચ્છાઓ”ને
    અનુસંધાને, માત્ર એક જ વાર “સંતૃપ્તીના ઓડકારની મનશા …. સહજ છે…
    એની સામે બાકીનું આખું આયખું ન્યોછાવર કરવાની વાત …. અનેક નિરાશા..
    .હતાશાઓની અવેજીમાં , સર્જક કવિ “સ્ત્રી-પાત્રનો વેશ ધારી ” કોઈક તેમના
    પરિચિત જાણીતા પાત્રની ઉક્તિ …કે પછી કલ્પિત ..પણ હોઈ શકે .. કરે છે..
    હેમાબેનનો ભીનો તીણો સ્વર અશીતાભાઈ નઆ કમ્પોઝિશનમાં , ઉગી નીકળ્યો છે ..
    આભાર… સહુનો…એક સુંદર કૃતિ બદ્દલ…
    –લા’કાંત / ૬-૬-૧૩

  2. આયખાની વાતમા વિષાદનો અનુભવ થયો, કવિશ્રીને સ્મરાંણજલી……….

  3. નાની વયમાં મૃત્યુ પામનારા કવિ જગદીશ જોશીના કાવ્યોમાં વિષાદ વિશેષ રહ્યો છે.
    અહી વ્યક્ત થયેલો વિષાદ ક્યારેક તો દરેકના જીવનમાં જરૂર અનુભવતો હશે જ.

  4. સરસ ગીત
    ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
    મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
    પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
    કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
    થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
    અર્જુનનો મત્સ્યવેધ આપો.
    વાહ
    જેવો વિષાદ આ ગીતમાં જોવા મળે છે,
    એ જગદીશ જોષી સિવાય કોઈની રચનામાં જોવા મળતો નથી.
    આ કદાચ હતાશાને લીધે હશે?

  5. કવિતા તો એક જ નજરે મનમાં વસી ગઇ..
    પણ આ કવિતાનું શિર્ષક ના સમજાયું.
    કોઇ મદદ કરશો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *