આજે જ્યારે ટહુકો પુન: ગુંજી રહ્યો છે, તો શરૂઆત વ્હાલા કાનુડાથી જ કરાય ને ? હરીન્દ્ર દવેનું આ Legendary ગીત, હેમા દેસાઇના સુમધુર સ્વરમાં સાંભળવાની ચોક્કસ મજા આવશે.
સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા
વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
માધવ ક્યાંય નથી.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…..
માધવ ક્યાંય નથી.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !



February 14th, 2008 at 7:02 am
Very nice, Tahuko gunjato thayo, fantastic, thanks
February 14th, 2008 at 9:36 am
ગૂંજતા થયેલા ટહૂકા ને અભિનંદન
February 14th, 2008 at 11:27 am
whooop!!! now i dont need to say anything more..! what can be a better gift for “Tahuko-Lover” on Valentines Day….. Love to all
February 14th, 2008 at 12:32 pm
tahuko is sounding again !
thank u jayshree
February 14th, 2008 at 1:46 pm
શબ્દથી વિખૂટા પડેલા સૂરનું પુનઃ સાયુજ્ય સ્થાપવા માટે આ ગીતથી ચડિયાતું અવર કયું ગીત હોઈ શકે?
ગીતની શરૂઆતમાં આવતો નાનકડો પરિચય પણ ગમ્યો… કંઈક નવું થયું હોય એમ લાગ્યું… અભિનંદન, મિત્ર !
February 15th, 2008 at 1:25 am
Kanudo is the highest manifestation of Love-
and today is PREM DIWAS…
Maadhav Kyany Nathi - is one of the best creations of Harindra Dave (the Novel and this poetry) both.
Thanks for sharing it today.
February 15th, 2008 at 6:54 am
મનગમતા કવિ ની મનગમતી રચના, મનગમતી વેબસાઇટ પર આજે સાંભળવા મળી - ત્રણ ગણી મઝા પડી ગઇ !!
January 3rd, 2009 at 3:07 pm
સમીર પતેલ
February 14th, 2009 at 1:22 am
માધવ ક્યાંય નથી મધુવનમાં ગીત પુરુષ ગાયક (નામ યાદ નથી) UPLOAD કરવા વિનતી
તમારો ઘનો આભાર થશે
પ્રફુલ
February 19th, 2009 at 12:19 am
I like this songs Its very wonderful. Touches the tip of my heart. From where to find the words to describe my feelings?
Naresh Kumar Joshi Surat
August 9th, 2009 at 5:40 am
this song originally was sung differently, can someone upload that song… it doesn’t sound right in this tune. we (at C.N.) grew up with that wonderful tune….
August 10th, 2009 at 9:16 am
I totally agree with sonali.
This song is originally sung in a male voice. I am looking for it since so many year. Can not find it anywhere. If someone has it, please upload it. To me, it is the best “gujarati Sugan sangit “song.
Thanks in advance.
October 13th, 2009 at 11:35 am
great
harindra dave ni jay
December 11th, 2009 at 1:48 pm
ક્બુબ ખુબ સરસ હુન હર્યો અને તમે જિત્ય…ામારિ ફર્મૈશ્.. તેમ ચ્હત એક વખત હરિશ ભત્ત ન સ્વરે તો જરુર્થિ સમ્ભલ્વુન ચ્હે અમોને એ આવઝ કુન્દન્લલ સૈગલ જેવોજ લગ્યો ચ્હે ઘનોજ આભર જય્શ્રેીબેન્…રન્જિત અને ઇન્દેીર ન જય્શ્રેી ક્રિશ્ન….!
December 11th, 2009 at 2:02 pm
હુન સોનલિ અને મિલિન્દ સાથે સહમત ચ્હુન હરિશ ભત્ત ગયક ચ્હે હુન મુમ્બૈ થિ મેલવ વાનિ કોશિશ કરિશ હમ્ન તો હુન કેલિફોર્નિઅ મન ચ્હુન્જય્શ્રેીબેન પન કોશિશ કારે તો જરુર્થિ જેીતિ જય્…!!!રન્જેીત અને ઇન્દિર…આભર જય્શ્રેીક્રિશ્ન…….
February 11th, 2010 at 1:09 am
Dear Friends
If any one can tell me the name of the singer (male) of original song, I will try my best to get that song.
Jai Sri Krishna
February 11th, 2010 at 3:07 am
The name of the singer has been listed in the post as સ્વર : હેમા દેસાઇ
March 16th, 2010 at 11:09 pm
This song was originally sung by male singer. Appreciate if you can provide me name of that singer so that it will become little easier to find the original track.
Best Regard
Praful