મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો – વિહાર મજમુદાર

શબ્દ –  સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત : અમીત ઠક્કર
સ્વર : ગાર્ગી વોરા, અનુપા પોટા

ડમરો....

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો
મારા ઘરને ………..

મારે આંગણે લીલેરા પોપટ ઉડીયા
મારે આંગણે બપૈયા ઝીણું બોલીયા
મારે આઁખે સોનેરી શમણાં કોળીયા
મારે શમણે ગુપચુપ આવી… વ્હાલમજી કાં કનડો……..
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

પારિજાતનાં રંગે રંગ્યું આકાશને,
એની મ્હેકથી ઘુંટ્યા મેં મારા શ્વાસને
ક્યાંક ખોઈ આવી હું શું હળવાશને,
મારું ગમતું ફુલ બનીને વ્હાલમજી કાં પમરો?
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

તારા નામની ઓકળીયો પાડું ઉરમાં
વેલ ચીતરૂં હું લાગણીના પૂર માં
મારૂં મનડું ગાયે રે મીઠા સૂર માં
ભીના સૂરમાં ભીંજાઊ હું ને……. મીત ! તમે પણ પલળો……
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

10 replies on “મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો – વિહાર મજમુદાર”

  1. વેલ ચીતરૂં હું લાગણીના પૂર માં…..ભીના સૂરમાં ભીંજાઊ હું ને……. મીત ! તમે પણ પલળો……!!!ખુબ સરસ રચના..!આભાર ને અભિનંદન.

  2. here is the missing antra, infact thru oversight I missed to type the 2nd antra.

    પારિજાતનાં રંગે રંગ્યું આકાશને, એની મ્હેકથી ઘુંટ્યા મેં મારા શ્વાસને
    ક્યાંક ખોઈ આવી હું શું હળવાશને, મારું ગમતું ફુલ બનીને વ્હાલમજી કાં પમરો? કળી હજી…….

  3. ગાર્ગી વોરા અને અનુપા પોટા – બેંને સગી બહેનોનું આ યુગ્મગાન મનને ભીંજવી ગયું…

    આ ગીત અહીં સુધી પહોંચાડવામાં નિમિત્ત તમામનો આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *