કવિ – અરુણા ચોક્સી
સ્વરાંકન – નરેન્દ્ર જોશી
સ્વર અને સંગીત – અચલ મહેતા
સ્પર્શોના ટોળામાં કોઇ ગુલાબ થઇને ખીલ્યું
ઝરમર ઝરતું આભ.. આભને આંખો થઇને ઝીલ્યું
આ વાદળ ને વાદળની કોરે વીજળીનો કટકો
ડુંગર.. ને ડુંગરના શિખર પરથી સરતો તડકો
સ્પર્શોના ટોળામાં…
તડકો પીને રાતું રાતું એવું કોઇ મલક્યું
પાતાળેથી પૂર ઉમટીયું પાંખો તોડી અડક્યું
સ્પર્શોના ટોળામાં…
કૂણો તડકો ટેરવે લીધો, —- ? વચ્ચે રોપ્યો
ભડકે ભડકે આગ —– ?
સ્પર્શોના ટોળામાં…
વાહ…લાજવાબ …રચના …આફરીન …)))
Dear Jayshreebahen thnx for a beautyful song…yes Sparshona….koi GULAB thaine KHILYU…bahgya shali…..Achal Mehta tau I think Baroda na ati Prakhyat ARCHI group na Navratree ma Yoovan-aabal-Vrudho ne paan Garba no Chshko lagadnaar j……
GBU Jay shree krishna
Sanatbhai Dave (Findlay Ohio USA..)
ગીત ગમ્યુ%%
ખુબ સુંદર સ્વરાંકન અને મીઠ્ઠો અવાજ! અરુણાબેન ની કલમને સરસ ન્યાય આપ્યો છે.
તડકો પીને રાતું રાતું એવું કોઇ મલક્યું
….વાહ !
કૂણો તડકો ટેરવે લીધો,કપાળ( —- ?) વચ્ચે રોપ્યો
******
ભડકે ભડકે આગ ર્હુદયમાં ( ?)
*******
તડકો પીને રાતું રાતું એવું કોઇ મલક્યું
….વાહ !
કૂણો તડકો ટેરવે લીધો,કપાળ( —- ?) વચ્ચે રોપ્યો
******
ભડકે ભડકે આગ ર્હુદયમાં ( ?)
*******
બહુ સરસ ગીત છે.
very nice. thank you.
arunaben wordings are very nice maja padi gai.
તડકો પીને રાતું રાતું એવું કોઇ મલક્યું
પાતાળેથી પૂર ઉમટીયું પાંખો તોડી અડક્યું…!!
એજ કુણો તડકો લીધો ટેરવે ને રોપ્યો વચ્ચે ભડકે આગ…???
સ્પર્શોમાં ટોળામાં કોઇ ગુલાબ થઇને ખીલ્યું
ઝરમર ઝરતું આભ.. આભને આંખો થઇને ઝીલ્યું….!!
શ્રીમતી અરુણાબેન ચોકસી ને ખુબ ખુબ અભિનંદન..!
ઘણી સુંદર રચના પણ એક ભુલ થઈ ગયી , સ્પર્શોમાં ને બદલે સ્પર્શોના આવશે! બાકી સાંભળવા ની મજા આવી.
“સ્પર્શોના” ટોળામાં કોઇ ગુલાબ થઇને ખીલ્યું
ઝરમર ઝરતું આભ.. આભને આંખો થઇને ઝીલ્યું
ખુબ જ સુન્દર ગાયકિ
ગુલાબ ખિલશે હમના ખિલશે એમ ધારિને ત્રણ વખત સામ્ભલ્યુ પણ એક્જ કડિ વાગિને પાછુ બન્ધ થૈ ગયુ. કેમ એમ થતુ હશે ?
છેલ્લી કળી મા ઉમેરોઃ
કૂણો તડકો ટેરવે લીધો, માખણ વચ્ચે રોપ્યો
ભડકે ભડકે આગ જબ્બર ઝાડ દઈ ને ફુટ્યો..!
સ્પર્શોમાં ટોળામાં…
સરસ. ખુબ જ સરસ