ગુર્જરી વ્યવહાર શોધું છું – અદમ ટંકારવી

જે બ્રિટનનિવાસી શાયરે ગુજલીશ ગઝલો દ્વારા ગુજરાતી ગઝલને ડાયસ્પોરિક બાની અને સંદર્ભોથી વધુ વૈશ્વિક આયામ આપ્યો છે એ સિદ્ધહસ્ત અને વડીલ શાયર અદમ ટંકારવીની એક ખૂબસૂરત ગઝલ આપ સહુ વાચકો/ભાવકો માટે શાયરના જ સ્વમુખે. થોડા સમય પહેલા જ જનાબ અદમ ટંકારવીનું કલાપી ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

YouTube Preview Image

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.

ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

19 thoughts on “ગુર્જરી વ્યવહાર શોધું છું – અદમ ટંકારવી

  1. One Reader

   છંદની પહેલી એબીસીડી ઘૂંટનારને ત્રીજી-ચોથીના લસરકાઓ જેવો છંદનો ઉપયોગ અનુભવે જ હાંસલ થઈ શકે.

   Reply
   1. yogesh vaidya

    Correct !!!!!!!!!
    May be my experiance of writting Gazals for 30 years is not enough my dear reader!!
    By the way, ADAM is my favorite poet.His contribution in gujarati Gazal is cannot be ignored .
    BTU WE MUST CAME OUT FROM “LAL GAY NE PILO VAKHANE ” fobia.
    It will be appriciated if we can know your name also!–BE HONEST -GOD BLESS US.

    Reply
 1. Alkesh

  વાહ..વાહ..વાહ.. ગુજરાતી ભાષા પર જોખમ તોળાઈ રહ્યું છે તે સમયે આવી અદભૂત કવિતા ખરેખર મનને ટાઢક આપે છે. અદમ ટંકારવીએ આ કવિતા ક્યારે લખી હશે તેની તો મને ખબર નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે આપણી ભાષાને બચાવવા માટેના પ્રયાસોમાં આ કવિતાનો “રાષ્ટ્રગીત” ની જેમ ઉપયોગ થવો જોઈએ… કદાચ એવી આગાહી પણ કરી શકું કે ભવિષ્યમાં આપણી માતૃભાષાને લગતા કાર્યક્રમોના પ્રારંભે આ કવિતાનું પઠન જરૂર થશે.

  Reply
  1. Rekha shukla(Chicago)

   શ્રી અલ્કેશભાઈ એક્દમ સાચી વાત કહો છો તમે તેથી તેની સાથે સંપુર્ણ પણે સહમત થાઊ છું…ખરેખર સુન્દર કવિતા..!!!

   Reply
 2. જયેન્દ્ર ઠાકર

  પડ્યા તાં બે આશું જ્યારે ઘર છોડી વિદેશ આવ્યો,
  આજે વળી થઈ આખં ભીની,
  શું માતા,માત્રુભુમિ અને માત્રુભાષા આ કાજે જ સર્જાયા

  Reply
 3. vimala

  તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
  હુંય એનો ઉતાર શોધું છું

  લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
  ને હવે વાંચનાર શોધું છું.

  ગુજરાતેી ઊપર રહેલા જોખમ બતાવેી તેને બચાવવાનેી પ્રેરણા દરેક ગુજરાતેીઆ આમાથેી લેવેી રહેી.

  Reply
 4. Sureshkumar Vithalani

  THIS IS A WONDERFUL GAZAL DEPICTING INNER FEELINGS, TRUE LOVE AND CONCERN FOR OUR GORGEOUS AND RICH LANGUAGE. I AM ASHAMED OF THE FACT THAT I HAVE YET TO LEARN USING GUJARATI LANGUAGE ON COMPUTER, THOUGH I LOVE GUJARATI MORE THAN ANY OTHER LANGUAGE ON THIS PLANET. I ENTIRELY AGREE WITH THE BEAUTIFUL COMMENTS OF Mr.ALKESH AND Mr. JAYENDRA THAKER. THANKS A LOT TO THE GREAT POET AND YOU AND YOUR TEAM.

  Reply
 5. Rekha shukla(Chicago)

  માતા,માત્રુભુમિ અને માત્રુભાષા …જનની જન્મભુશ્ચ સ્વર્ગા દપિ ગરિયસે…!!! ભાષાના મોખરે રેહશે આ સુન્દર કવિતા..!!

  Reply
 6. shaila munshaw

  ભાષા નો જામ હમેશ છલોછલ જ હોય છે. ઉણપ છે ઘુંટ પીનાર ની. આદમ ભાઈની આ ગઝલ જરૂર વધુ સાથે બેસી પીનાર મેળવી આપશે.

  Reply
 7. Siraj Patel "Paguthanvi"

  જડી છે એક લાવારીસ ભાષા,
  હું એનો દાવેદાર શોધું છું.

  ઉપરોક્ત્ ગઝલ ઍજ અદમ ટંકારવી ની સંપુર્ણ ઓળખ છે. એક મુક્તક રજુ કરું છું.

  આદાન – પ્રદાન
  સહિત્યમાં છે જેમનું પ્રદાન આગવું
  શિક્ષણમાં પણ છે એમનું આદાન આગવું
  ‘સિરાઝ્’ગઝલકાર જગતમાં થયા ઘણા
  કિંતુ ‘અદમ’નું સૌ માં સ્થાન આગવું
  સિરાઝ પટેલ “પગુથન્વી”
  સેક્રેટરી, ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ – યુ.કે.(સ્થાપના-૧૯૭૩)

  Reply
 8. Sudhir Patel

  રચના સારી છે, પરંતુ છંદ-દોષો અનેક જગ્યાએ ઊડીને આંખને ખૂંચે એવા છે.
  આ બાબત પર પ્રથમ પ્રતિભાવ આપનાર યોગેશ વૈદ્ય સાથે સંપૂર્ણ સહમત છું.

  સુધીર પટેલ.

  Reply
 9. arpana gandhi

  આપણા સૌની પીડા આદમ ભાઈની ગઝલમા વ્યક્ત થઈ છે. આ સાથે ઉદયન ઠાકરની કવિતા “ખોવાઈ છે ખોવાઈ છે” યાદ આવી
  ગઈ.

  Reply
 10. વિવેક ટેલર

  નબળી ગઝલ અને અતિ શિથિલ છંદ…
  જનાબ અદમ ટંકારવી પાસે આવું અપેક્ષિત ન જ હોય અને એ પણ જ્યારે ગુજરાતી ભાષા વિષયક ગઝલ હોય ત્યારે તો નહીં જ…

  Reply
 11. Girish Parikh

  જનાબ અદમ ટંકારવી પણ મારા પ્રિય ગઝલકાર છે અને એમની અન્ય ગઝલોની જેમ આ ગઝલ પણ ગમી. અદમભાઈનો માતૃભાષા મટેનો પ્રેમ દાદ માગી લે છે.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  Reply
 12. Dr Mahendra Nathadwarawala

  હદય શર્પશિ ગુજ્રરાતિ અસ્મિતા કવિતા
  અતિ સુન્દર
  અદમ ભાઇ ને અભિનન્દન્
  પન્કજ ભારતિ ને યોગ્ય ગિફ્ત્
  વાહ વાહ અદમભઐઇ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *