છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
શક્યતાઓ અસીમ છે…. આ અન્પ્રેડીકટેબલ …અનિશ્ચિત…દુનિયામાં…અને
પુરુષાર્થ રંગ લાવેજ લાવે એવો ટકોરાબંધ વિશ્વાસ દૃઢ થાય તેવી વિધાયક વાત…
મચેલો પરિપક્વ કલાકાર આવા ચમત્કારિક પ્રતીકો-કલ્પનો… લાવી શકે!!!
-લા’કાન્ત / ૨૭-૫-૧૨
સુંદર ગઝલ.
ખુબજ સુન્દર ખાસ કરિને પન્કતિ
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
જુસ્સો ભરે તેવિ છે.
ખુબ સરસ ગઝલ.
અડીખમ આત્મવિશ્વાસ ને જબરદસ્ત ટેકો આપે તેવી આ રચના ઘણી ગમી…સુન્દર ભાવના ને ઉત્તમ વિચારો વાળી સુન્દર ગઝલ…નદીવાળો શેર ખુબ ગમ્યો..!!
અદભુત!
સુંદર ગઝલ… નદીવાળો શેર ખૂબ મજેદાર !
“Aa jagat chhodi shakashe”, parantu tame yatna naa karsho … don’t you ever try.
કવિતાની પાંખે ચડી આવા MOTIVATION કરનારા વિચારો આવે તો ખુબ સારુ લાગે. સરસ ગઝલ.
સુન્દર અને ભાવ સભર્.
બેન જયશ્રીબેન,
ચાલ, થોડો યત્ન કર – ચિનુ મોદી ‘ઇર્શાદ’
By Jayshree, on November 1st, 2011 in ચિનુ મોદી , ગઝલ
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
સુંદર શરૂઆત. જબરજસ્ત આત્મવિશ્વાસ લાવતા શબ્દો સાથે ગઝલની ગઝલ આગળ વાંચવા ફરજ પાડે છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ચિનુભાઈ, ક્યા બાત હૈ, મુકર્રર ઈર્શાદ.
ખુબ સુંદર ,
કૃતિ ગમી.આભાર !
બહુ સુંદર કલ્પના.
“તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.”
આ કવિનિ વાતો બહુજ નવિન્તમ વિચાર લય્ને આવિ યા …….જે ….બહુજ દાદ માન્ગિ રહઆ ……….ખેર …..સર્સ ક્રુતિ …………..આભાર …………..ને ………..ધન્યવદ ………….