ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’

લય્સ્તરો પર આ પહેલા પ્રસ્તુત થયેલી અલ્પેશભાઇની આ ગઝલ વાંચી ત્યારે જ આખે-આખી ગમી ગયેલી..! આજે એ ખજાનામાં ડૂબકી મારતા પાછી મળી – તો થયું તમારી સાથે વહેંચી જ લઉં..!

***

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

11 replies on “ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી – અલ્પેશ ‘પાગલ’”

 1. Jashvantbhai says:

  BAHU MAZANI GAZAL. BEST LUCK.

 2. ખુબ સુન્દર રચના એક “પાગલ”ની…જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે, ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી…જયશ્રીબેન મને પણ આખે-આખી
  ગમી ગઈ…બસ તમતમારે તમારા ખજાનામાં ડુબકી મારતા રહો અને અમને મજાથી ભીંજતા રહો..

 3. Jignesh says:

  અદભુત રચના

 4. અલકેશ પટેલ says:

  જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
  ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

  એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
  થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

  વાહ…વાહ…

 5. જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
  ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

  ખુબ સ્રરસ.

 6. manubhai1981 says:

  ગઝલ બહુ ગમી.શ્રેીફળ વધેરીશુઁ ને ?
  સાલ મુબારક ને જય શ્રેી કૃષ્ણ !

 7. kaushik mehta says:

  થ્સ સ વ્ય ન મ્

 8. Bimal Patel says:

  બહુ જ સુન્દર રચના. મજા આવી ગઈ.

 9. જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
  ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

  એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
  થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

  અલ્પેશભાઈ ધન્યવાદ.

 10. rajeshree trivedii says:

  તાજગીસભર રચનાઆભિનન્દન

 11. sejal says:

  કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
  તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.
  ખરેખર મજા આવી ગઇ. બહુ જ સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *