આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને….

સ્વર – રેખા ઠાકર અને સાથીઓ
સંગીત – રેખા-સુધીર ઠાકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

મતવાલી સૈયર સૌ નાચે, ગાયે ગુણ માં અંબાના,
મનમાં ભેદ હતા તે સાંધ્યા, ગરબે રમવા આવો ને

બારે મંદિર પાવન થાવા, લોક કરે આવનજાવન
ફૂલો સૂંધ્યા ને ફળ કાપ્યા, ગરબે રમવા આવો ને

દોલત છાંડી, ઘર મેં છાંડ્યું, છાંડ્યા મેં સૌ લોકો ને
સૌ સંબંધ મેં તોડી નાખ્યા, ગરબે રમવા આવો ને

આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને
ઘરઘર મીઠા ભોજન રાંધ્યા, ગરબે રમવા આવો ને

9 thoughts on “આંગણ લીપ્યાં તોરણ બાંધ્યા, ગરબે રમવા આવો ને….

  1. ANANT PARMAR

    કર્ણપ્રિય….
    માણ્યો સુન્દર ગરબો..અભિનન્દન.
    અનન્ત.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *