ગરબાની રીતે તું ગરબાને ગા – શ્યામલ મુનશી

ગયા વર્ષે નવરાત્રી વખતે ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલો આ ‘માર્મિક, not ધાર્મિક’ ગરબો – આજે શ્યામલ-સૌમિલના સ્વરાંકન અને શ્યામલભાઇના અવાજમાં ફરી.. ગરબો પણ એવો મઝાનો છે કે મારા જેવાઓની હૈયાવરાળ નીકળતી તો લાગશે જ – પણ મસમોટા ગ્રાઉંડમાં અને કાનતોડ સાઉંડમાં ગરબે રમવાવાળાઓને પણ આના પર ગરબા રમવાની મઝા આવશે..!!! 🙂

સ્વરાંકન :  શ્યામલ-સૌમિલ
સ્વર :   શ્યામલ મુનશી

અને હા … આ ગરબો જે આલ્બમમાંથી લેવાયો છે – અમદાવાદના Red FM નો Red Raas..!! છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રીમાં ‘માર્મિક’ ગરબાઓનું જે આલ્બમ બહાર પાડે છે – એમાં એવા ગીતો/ગરબા છે – જેની સાથે આજની પેઢીની આજની વાતો વણી લેવામાં આવી છે..!! અને એ આખા ખજાનાની ચાવી આ રહી..!! 🙂

Red Raas – 1 (2010)

Red Raas – 2 (2011) 

Red Raas – 3 (2012)

————————————————

Posted previously on September 28, 2011:

શ્યામલભાઇનું આ ગીત મારા જેવાઓની લાગણીઓને બખૂબી વાચા આપે છે..! (નવરાત્રીના મારા થોડા સંભારણા અહિં વાંચી શકશો). અહીં શ્યામલભાઇએ જે નવરાત્રી વર્ણવી છે – એનાથી કોઇ અજાણ્યું તો નથી જ… હું પણ એવા ઘણા મેળાવડાઓમાં ‘નવરાત્રી’ અને ‘ગરબા’ ના નામે જઇ આવી છું. અને દર વખતે એક અદમ્ય ઇચ્છા પૂરી કર્યા વગર પાછી આવી છું. એ ઇચ્છા એવી છે કે – જ્યારે સ્ટેજ પરથી ‘બાબુજી ઝરા ધીરે ચલો’ કે ‘રંગીલા રે’ શરૂ થાય ત્યારે ત્યાં જઇને એમને કહી દઉં..! – ઓ બેન (કે ભાઇ), તમે જરા ગરબાની રીતે ગરબા ગવડાવોને… !

હું ભલે એવી ‘નવરાત્રી’ઓમાં ગઇ છું, અને રાતે 3-4 વાગા સુઘી એક પણ તાળી વગર દોઢિયા કરીને રમી પણ છું. અને હવે તો વળી નવું – weekend to weekend..! દેશમાં રમાતી ૯ રાતોની નવરાત્રી અહીં ૪-૫ weekend સુધી ચાલતી હોય છે..!! પણ છતાં, મને અમારી સુવિધા કોલોની (અતુલ)ની નવરાત્રી જેવી મઝા કોઇ દિવસ નથી આવી.

કાનતોડ સાઉન્ડમાં.... કોઈ નથી રાઉન્ડમાં....

ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની

ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની

– શ્યામલ મુનશી

25 replies on “ગરબાની રીતે તું ગરબાને ગા – શ્યામલ મુનશી”

 1. varsha jani says:

  તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
  દસ દિવસ માટે તો ગુજરાતી થા.
  જય માતાજી.
  જય જય ગરવી ગુજરાત.

 2. Bhadresh Joshi says:

  I expected a good prayer, a good Garba on this first Norta.

 3. Sejal Shah says:

  so very true. parivartan sansar no niyam chhe kahi ne we accept all good or bad changes but yet, there are somethings which are best in their traditional way. navratri celebrations are one of them.

 4. Rekha shukla(Chicago) says:

  ચોખલિયાળી ચુંદડીમા ગરબે રમવા આવોને..રસ રઢીયાળી રાતલડીમા ગરબે રમવા આવોને…આવા જ્યાં ગરબા ગવાતા’તા તેને બદલે હવે તો કેવા કેવા શબ્દોવાળા જુદા જુદા પ્રકારના ગરબા ગવાય છે, ઘણી વાર લાગે કે માતાજી ના ગરબા ગવાય છે કે છોકરા-છોકરીઓનો મેળાવડો ભરાયો છે …શ્યામલભાઈ સાચુ કહે છે..મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં,અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની રીતે તું ગરબાને ગા…!! અને તેહવાર,સંસ્કારને સંસ્કૃતિના આધારે દસ દિવસ માટે જો ગુજરાતી થાય તો કદાચ શું માતાજી પણ મન મનાવી લેતા હશે કે જમાનો હવે બદલાઈ ગયો છે…!! બસ આજ નવરાત્રી ને આ જ ગરબાની રમઝટ..!

 5. Tarun says:

  Good one! Enjoyed it ..

 6. Harsukh H, Doshi says:

  Thanks Jayshreeben and Amitbhai,
  I appreciate your ” TAHUKO ” for GARBA, to open eyes of our community. This message should be conveyed through all media and all over world.
  Harsukh H. Doshi.

 7. સરસ વ્યંજના…

 8. vijay says:

  ખુબ સાચેી વાત.તમારા રેદ્દ ફ મ ના ગરબા આજના સમય ને અનુરુપ ચ્હે/

 9. રેખાબહેને સાચુઁ જ કહ્યુઁ છે.આભાર !

 10. kalavati says:

  તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
  દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની
  કેટલી સાચી ને સરસ વાત કહી છે શ્યામલ મુનશીભાઇ એ …….આભાર જયશ્રી બેન અને અમિતભાઈ…
  રેખાબેન શુક્લા,… બિલકુલ સહમત છું તમારા શબ્દો સાથે…..

 11. M.D.Gandhi, U.S..A. says:

  આજના જમાનાની તાસીર બતાવે છે. માતાજીના ગરબા ગાવાની આ રીત તો નથી પણ ભલે sound માં round ના હોય, પરંતુ એક વાતનો તો સંતોશ છે કે માતાજીને નામે લોકો, ખાસ કરીને youngsters, ભેગા થાય છે, માતાજીના નામે ઓછામાં ઓછા એકાદ બે ગરબા(!) ગાય છે, આરતી કરે છે, માતાજીને માને છે, પ્રસાદ લે છે, ભલે ૧૦-૧૨ દિવસ, પણ બારે મહીના લઘરવગર કપડા પહેરીને,સોગીયું ડાચું લઈને ફરતા લોકો પણ આટલા દિવસ તો હસવાનું રાખે છે, ટાપટીપ કરે, નીત નવા ભાતીગળ કપડા પહેરે, સાચા-ખોટા ઘરેણાં પહેરે એ શું ઓછું છે? દરેક વસ્તુમાંથી જે negative હોય તે કાઢી નાંખીને ફક્ત તેમાંથી થોડુંક પણ કાંઈક positive રાખીને જોવાનું રાખો એ જીવનનો સંદેશ છે.

  કાવ્ય ઘણું સરસ છે.

 12. Ashok Bhatt says:

  શ્યામલભાઇ, વાહ, સાચી વાત સરસ રીતે સમઝાવી.

 13. jayant Bhatt. says:

  Shree Jaishreeben,
  I got your mail, wherein you have posted Shyamal Munshi’s Garabo. I read your comments, about the recent trend of Garbaa, played here. I totally agree with you.
  Iwas amazed when you mentioned the old Garba, where people used to play upto late night, where-in you have refered to ATUL Suvidha colony.Did you ever stayed there? During 1957 to 1984, I was working At Lederly Pharmaceutical plant, which later was named as Cyanamid India. During that period I was not put up at Cyanamid colony, but visited the Atul colony many a times. There lived my friend Mr. Sanjaybhai and Pankajben Mehta, and also Mr. trivedi( both from Bhavnagar- Which also is my native place.)

  Well your comments are true about the Garba.

  Pl. Keep me in touch with your new mails. I enjoy it very much.
  Thanks,
  Jayant Bhatt.

  • ALPESH BHAKTA says:

   શ્યાંમલ ભાઈ એ અમારા જેવા ઘણા નાં મન ની વાત ખુબજ સરસ રજુ કરી છે.

  • Neha says:

   Hello,Jayant uncle
   You might not know me,but I know the name you mentioned about Sanjay uncle and Pankaj auntie and R.J.Trivedi uncle,We used to live in Atul too,my father was working in Atul.i hope we can keep in touch,Thank you.

  • Umakant V. Mehta says:

   ઉમાકાન્ત વિ.મહેતા.
   ટૉટૉવા,ન્યુ.જર્સી.
   ૨૦-૧૦-૨૦૧૨.શનિવાર.

   શ્રીમતી જયશ્રીબહેન /અને શ્રી જયંતભાઈ ભટ્ટ
   નમસ્કાર.
   જયશ્રી બહેન શ્યામલ ભાઈની વાત તદ્દન સાચી અને વ્યાજબી છે.શ્યામલ ભાઈએ અહિં અમેરિકામાં આવી “ચાલો ગુજરાત”માં તેમણે આ જોયું અને અનુભવ્યું તેથી તેમનો આત્મા કકળી ઉઠ્યો હશે.મારે નમ્ર પણે એટલું જણાવવાનું કે આજકાલ દોડધામના સમયમાં લોકોની તાણ વધી ગઈ છે.ધીરજ હવે રહી નથી.આ જમાનો instantનો છે.બધું જ રેડીમેઈડ અને ઇન્સ્ટંટ જોઈએ છે.લોકો ઉત્સવ ભુલ્યા છે.પવિત્ર પર્વને રાજકીય રીતે “Carnival” નો ઢોળ ચઢાવવામાં આવ્યો છે.અતુલના ગરબા શ્રી આચર્ય સાહેબ,શ્રીસંજયભાઈ મહેતા,શ્રીઉનાકરભાઈ, શ્રીમધુકરભાઈ વોરા,શ્રીઉમાકાન્તભાઈ મહેતા અને શ્રીઘનશ્યામભાઈ ત્રિવેદી વગેરે નાગર કુટુંબોના ગરબા અહાહા!!શું સુંદર રાગમાં અને લયમાં ગવાતા તે હજુ પણ કાનમાં ગુંજે છે.આજે તો આપણો અવાજ “નગારખાનામાં તીતુડી “જેવો છે.આપણું અરૂણ્ય રૂદન સાંભળવાની કોને પડી છે ? કવિ શ્રી મકરંદભાઈ દવેના શ્બ્દોમાં કહું તો
   ” ભાઈ આપણુંતે કેટલું જોર. !
   નાની શી વાતનો કરીએ નહિં ઝાઝો શોર ”
   તેથી મારૂં નમ્ર સુચન છે કે સરખા રસ રૂચી વાળા કુટુંબો નવરત્રીમાં વારા ફરતી એક બીજાને ઘેર સાદા વાજિંત્રો, ઢોલક,મંજીરા અને હારમોનિયમ જેવા સાધનો સાથે માતાજીની સ્તુતિ અને ગરબા ગાય તે જ ઉત્તમ ઉપાય છે.
   આપનો અભિપ્રાય વાંચી અતુલનું સ્મરણ તાજું થયું. આપને જો યાદ હોય તો હું પણ અતુલમાં પ્રોડક્ષન ડીપાર્ટમેન્ટમાં ૧૯૫૬ થી ૧૯૮૮ દરમ્યાન હતો.”વિજ્ઞાન મંડળ” “ઉત્કર્ષ” “ઉદય” અને “ધી નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપ.સોસાયટીમાં સેક્રેટરી તરીકે એક્ટિવ ભાગ લીધો છે. છતાં આપણે અજાણ રહ્યા તે એક આશ્ર્વર્ય જનક નથી ?આપને વાંધો ન હોય તો ઈ-મેલથી સંપર્ક સાધી શકો છો. મારૂં E-mail ID છે.આપણા અતુલના ઘણાં કુટુંબો અહિં અમેરિકામાં છે. લી ઉમાકાન્તના જય હાટકેશ.

 14. kamlesh says:

  i am agree with Mr.M.D.Gandhi,
  we are crying to become gujarati, but we put our children to english medium,we forgot our food today and we are mad after chinies,thai, italianfood where is our original food,
  Mr. gandhi is rightly say that they are singing one or two “garba and Matiji’s Arti”
  Only writing poem and crying is not enough it is time to do something creative.

 15. neebha haribhakti says:

  true shyamalbhai
  that is why most of garba shaukheen avoid going for garba…
  i wish you start the trend of traditionality again

 16. harkishor patel says:

  sanskar ana sanskruti che j kyo ? asli maja to gej

 17. YOGESH CHUDGAR says:

  શ્યામલ મુન્શી તો ગુજરાતી સંગીતના એક ઝળહળતા સિતારા છે,ઉત્કૃષ્ટ કવિ છે. તેમનું અવલોકન સાચે જ આંખ ખોલનારું છે.
  પરંતુ આજકાલ “શેરી ગરબા” ના નામે જે ગરબાનું આયોજન થઇ રહ્યું છે, તે વિચાર માંગી છે. શેરી માં બહેનો સાથે મળીને એક નાનકડું ગોળ સર્કલ કરીને માતાજીની ભક્તિ ભર્યા ગીતો ગાય , માતાજીની આરાધના કરે,તેને શેરી ગરબા કહેવાય.મારી આવી
  સમજ છે. શેરી ગરબા શબ્દનો કોઇ ટ્રેડ માર્ક તો ન હોય , પણ શબ્દ નો વિવેક ભર્યો ઉપયોગ થવો જોઇએ. નવરાત્રીના પવિત્ર
  ઉત્સવનો હાલમાં જે રીતે ઉજવાય છે, તે શોચનિય છે.

 18. beena kanani says:

  ગરબાની રીતે તું ગરબા ગા માં ઊમેરવાનું
  કે
  માતાના ગરબાનાં દિવસો પછી મેડિકલ ટરમિનેશન ઓફ પ્રેગ્નંસી નાં કિસ્સાઓ વધતા રોકી ન શકીએ
  તો
  ગરબા ગાવાનું માંડી વાળીએ તો ચાલે
  માતા ને નામે અનાચાર થતો હોય
  તો
  માતા સ્વયમ ગરબા બંધ કરાવો !!!

 19. Neha says:

  Hello,Jayshreeben,
  Thanks for such a lovely website of our culture.
  I have a question,are you from Atul,Valsad,as I saw your remarks about Suvidha colony,so just want to know,as I am also from Atul,so may be I know you.Thanks again.

 20. Maheshchandra Naik says:

  સરસ રજુઆત અને સચૉટ દર્શન……………..

 21. સાચા તો શેરી ગરબા જ છે.
  માતાજી નીઆરાધના આ રીતે ના થાય.

 22. હાઈ જયશ્રી,

  મારી પણ આ જ ફરિયાદ છે.અતિ ખર્ચાળ અને અતિ ઘોંઘાટીયા વાતાવરણ માં શુ ગરબે રમે? ;ચટકરંગી ચૂંદડી નો નીતરે છે રંગ’,અને માતાજીની ભક્તિ રુપે થતાં ભવ ભીનાં ગરબા ક્યા? પ્રોફેશનાલીઝમ એટલું બધું પણ ન હોવું જોઈએ જેમાં ભાવના નો ઉલાળિયો થઇ જય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *