લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…
આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘
સંગીત : આશિત દેસાઇ
સ્વર : આશિત દેસાઇ – હેમા દેસાઇ
આલ્બમ : પાંખ ફૂટી આભને…
This text will be replaced
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !
Share what you loved...

Email
Very nice one, perfct picture too
વાહ…. તરી પણ જવાના ને તારી જવાના.
સુંદર રચના…
Excellent consistency and excellent message. Also, very strong selection of words that give a great punch. Every pair of lines give an unexpected but well connected message. I am impressed! Vinod Joshi has also excellent poetry but difficult to grasp.
Just like PHENIX ા, IT”S EXCELENT
ખુબ જ સરસ છે. ચીત્ર પન એકદમ સરસ રીતે સુટ થાય છે કાવ્ય સાથે.
Very nicely sung too by Ashit Deasi…Hema Desai.
Tari pan javana ane Taari javana……ADBHOOT….
ખૂબ સુંદર રચના!
હરાવી ય જવાના ને હારી જવાના!
સરસ રચના
વાચનાર-માણનાર નો વિલપાવર વધારતી રચના
મજાની ગઝલ . અને મસ્ત ફોટો શોધી લાવ્યા જયશ્રીબેન !!
આશિત હેમા સ્વરર્મા
પાંખ ફૂટી આભને…મધુર મધુર ગાયકી
Excellent Gazal and very good singing!
A+ !
સશક્ત રચના, સુંદર સ્વરાંકન
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
birds are up in the sky
is it net wich need to fly?
grab the grace not ground
to feel them sorry and shy……..
ભલે દર્દ આપ્યુ તમે દિલ દઈને ,જિતડવા તમને હારિ જવાના
I want to download title song of gujarati serial “Sapna na Vavetar” in mp3 format…
સપના ના વાવેતર નુ ટાઈટલ સોન્ગ અપલોડ કરવા વિનંતી.
સપના ના વાવેતર નુ ટાઈટલ સોન્ગ અપલોડ કરવા વિનંતી.
શુ સરસ અને ખમિર વાલિ વાત કરેલ……….. ધન્ય ધન્ય્
અડગ અને અચળ ખુમારી વ્યક્ત કરતી ખૂબ જ સરસ અને પ્રેરણા દાયક ગઝલ…