સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

ગનીચાચાની સદાબહાર ગઝલ… ઐશ્વર્યાના મઘમીઠા કંઠ સાથે ફરી એકવાર…

This text will be replaced

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

12 thoughts on “સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા

 1. Tuhin

  આ ગીત વિરાજ-બીજલ ના સ્વ્રર માં સાંભળવા ની અલગ જ મજા છે.

  Reply
 2. Tuhin

  ઓહ સોરી, ગીત તહુકો પર avaiable નથી, મારી પાસે છે ,પણ ઓડીઓ કેસેટ માં છે.

  Reply
 3. વિવેક ટેલર

  ઐશ્વર્યાના અવાજમાં ગઝલ સાંભળવું ગમ્યું… આ છોકરીનો અવાજ આટલો ઠરેલો છે એ આજે અનુભવ્યું! સાશ્ચર્યાનંદ થયો…

  Reply
 4. Trupti

  વાહ!! સદાબહાર ગઝલ અને ઐશ્વર્યાનો સુરીલો કંઠ…ફરી ફરીને માણવાનુ ગમે તેવુ અદભુત કોમ્બીનેશન!!

  Reply
 5. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  સાવ અમસ્તું નાહક નાહક – ગની દહીંવાલા By Jayshree, on March 14th, 2009 in ઐશ્વર્યા મજમુદાર , ગઝલ , ગની દહીંવાલા , ટહુકો. ગીત,કંઠ અને સાથે ઘીમું સંગીત માણવાનો આનંદ આવ્યો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 6. dipti

  ખુબસુરત શબ્દો અને સુરીલો કંઠ..

  હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
  પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

  Reply
 7. Viraj

  We did hv an opportunity to sing this gazal..infact Shyaamalbhai and Saumilbhai had taught us in Matheran years back…fond memories

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *