આ ગીતનું એક અગત્યનું પાસુ છે – એનું સંગીત. ફક્ત piano અને violine નું સંગીત – શબ્દો અને સ્વર પર ધ્યાન આપવા માટે મજબૂર કરે છે જાણે..!!
અને એમ તો આખુ ગીત જ ખૂબ સુંદર છે, પણ મને સૌથી વધારે ગમે છે આ પંક્તિઓ : પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ…
સ્વર – સંગીત : સોલી કાપડિયા

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
વર્ષો પછી મળ્યા તો વહી રહ્યો છું આજ
કાલે સવાર પડતા ને ઝાકળ ઉડી જશે
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે
ફૂલોના આંસુઓની કથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત
મરજીવા થઇ મૃગજળ તણા માંડી’તી કેવી ખેપ
મોતી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ
નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ.
Email
સોલીભાઈ નો સ્વર અત્યંત કર્ણપ્રિય છે.
સુંદર ગીત
અફલાતુન જેને કહેવાય તેવી છે આ રચના.
Excellent Gazal!!!
ખુબ સુન્દર છે કોતરણિ ઝ્ખ્મો ની હ્ર્દય ઉપર
ખરેખરે ખરેખરે કોઇ ઉચા કરિગર નુ કામ લાગે છે
જીજ્ઞેશ
પૂછ્યુઁ તમે કે કેમ છો ? પીગળી રહ્યો છુઁ આજ !
વાહ કવિ ! વાહ બહેના ! પીગળાવ્યો તમે પણ આજ !
I meant “Excellent Geet!!!”
And here is the corrected couplet
ખુબ સુન્દર છે કોતરણિ ઝ્ખ્મો ની હ્ર્દય ઉપર
ખરેખર કોઇ ઉચા કરિગર નુ કામ લાગે છે
જીજ્ઞેશ
Excellent words …..
અને હું ધીમેધીમે સોલીભાઈના અવાજ નો આશીક બની રહ્યો છું …
there is an error opening file on this song..
error corrected.
thank you..
VERY VERY NICE…
ઘણાં વખત પછી સાંભળવાની મઝા આવી.
superb one.
Very very nice…….
નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છુ આજ
સુન્દર કવિતા…
ખ્રરેખ્રર ખુબ જ સ્રરસ કલ્પના ચ્હે આ તો !
Suna hai woh jaate hue keh gaye…
ab to sirf hum khwaabo mein ayen ge.
koi un se kahe ke woh vaada to kar liye..
hum zindgi bhar ke liye so jayen ge…
very nice
Very melodious and good lyrics. Would love to hear song ” RADHA NU NAAM TAME VANSALI NA SUR MA THI VAHETU MUKO GHANSHYAM” probably sung by M/s.Hansa Dave, which I could not locate from collection. Can you favour?
Regards,
Vikram Vyas
બહુત મઝા આવિ ગઇ.
રસ્મિ
બહુજ સરસ
..નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યું
સાનિધ્ય લઇ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું
શબ્દોની શેરી સાંકડી, ભેદી રહ્યો છું આજ
પૂછ્યું તમે કે કેમ છો ? પીગળી રહ્યો છું આજ…
..વર્ષો પછી મળ્યા તો વહી રહ્યો છું આજ..
..મારા હ્રદયની વાત તને કહી રહ્યો છું આજ…
સરસ..