દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય – રઇશ મનીઆર

   

કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો,
કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય.

સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

બહુ ઉમંગ હતો જગમાં કૈંક કરવાનો,
જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય.

કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

8 replies on “દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય – રઇશ મનીઆર”

  1. very pessimistic poem. The poet has a beautiful style of writing but he needs to write humorous as well as optimistic poems .

  2. કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
    મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

    wonderful sher …

  3. સફળતા અલ્પજીવી ને પ્રલંબ જીવનપંથ…
    અભાગી છે, ન મળે જેને સુખ સફળતા સિવાય.

    સંબંધમાંથી સમય ખાસ કંઇ હરી ન શક્યો
    બધું જ જેમ હતું તેમ છે, ઉમળકા સિવાય.

    કહી દો વ્યસ્ત છું એના જ આ તમાશામાં
    મળી શકે તો મળે ત્યાગ કે તપસ્યા સિવાય.

    આખી ગઝલ જ શાનદાર . અને આ શેર ખાસ ગમ્યા …

  4. કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
    દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય

    ખૂબ જ સુંદર શેર………….

  5. ટહુકો.કોમ પર “એક વર્ષ પહેલાં”ની પોસ્ટ દરરોજ યાદ કરાવવાની આ શૈલી ગમી ગઈ… અભિનંદન. જયશ્રી!

  6. રઈશભાઈની ગઝલ હવે એ મુકામ પર પહોંચી ગઈ છે જ્યાં એકાદો નબળો શેર શોધવા મથીએ અને સરિયામ નિષ્ફળતા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *