દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી

જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી  પડી.

-જવાહર બક્ષી

12 thoughts on “દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી

 1. Dr Jagdip Upadhyaya

  પ્રેમ એટલે મિલન….
  મિલન એટલે નિકટતા…..
  વિરહ એટલે દૂરતા…..
  સહુને વિરહની દૂરતા તો સદા મોંઘી જ લાગતી હોય છે.
  પરંતુ જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એની જ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે.
  જીવનમાં જે જે ધાર્યું હતું¸જે જે ઇચ્છ્યું હતું¸જે જે ઝંખ્યું હતું એ બધું ધારણા કરતાં જુદું જ નીકળ્યું, એ વાત અહીં આખી ગઝલમાં બસ ઘૂંટાયા જ કરે છે¸પડઘાયા જ કરે છે….
  અને અંતે અપૂર્ણ ઇચ્છાનો,અધૂરી ઝંખનાનો એક ઉઝરડો,એક ઘાવ… આપણા મન ઉપર ચિર અંકિત થઇ જાય છે.
  જવાહર બક્ષીની ઉત્તમ ગઝલોમાંની એક અને ગુજરાતી ગઝલની તવારિખમાં MILE STONE સમી આ ગઝલને પુરુષોત્તમભાઇએ અદભૂત સ્વરાંકનમાં મઢી છે અને સ્વયં પુરુષોત્તમભાઇ અને આશિતભાઇએ મળીને જે રીતે ગાઇ છે એ માટે એટલું જ કહેવું પડે કે બીજા કોઇ ગાયકો માટે આવી રીતે ગાવું એ ગજા બહારની વાત કહેવાય.
  Simply superb…..
  – ડો. જગદીપ ઉપાધ્યાય

  Reply
 2. Rekha shukla(Chicago)

  બહુજ સરસ અને સાચી વાત.. આ દુઃખ છે વાસ્ત્વિકતાનુ…!!

  Reply
 3. Kaushik Nakum

  દૂરતા કોઈ વખત મોંઘી પડી,

  પણ નિકટતા તો સતત મોંઘી પડી.

  ખુબ જ કરુણ….

  Reply
 4. k

  દૂરતા કોઈ વખત મોંઘી પડી,
  પણ નિકટતા તો સતત મોંઘી પડી….

  ખરેખર… બધી બાબત મા અફલાતૂન ….

  Reply
 5. jadavji k vora

  દુરની વ્યક્તિને નજીકથી નિહાળવાનું થાય ત્યારે, તેના ગુણોની સાથેસાથે છિદ્રો પણ નજરે પડે છે. એટલે જ કવિએ કદાચ લખ્યું હશે કે, નિકટતા તો સતત મોંઘી પડી. સુંદર ગઝલ. આભાર.

  Reply
 6. Jayendra Desai

  જીવવા જેવું જ જીવાયું નહી,
  જીવવાની આવડત મોંઘી પડી……

  સુન્દર અને લાજવાબ …

  Simply amazing… મઝા આવિ…

  – જયેન્દ્ર દેસાઇ

  Reply
 7. jasmin

  નિકટતા નૂ મોઘુ પડવુ ખુબ પીડાદાઈ હોય છે,
  એ પીડા,સ્વ્રર સૂર અને શબ્દ મા ખુબ સુન્દર સહજ્તા થી વ્યક્ત થયી છે.
  ઘાયલ કી ગતિ ઘાયલ જાને.
  ખુબ ધન્યવાદ.

  Reply
 8. Ullas Oza

  જવાહર બક્ષેી નેી ખુબ સુન્દર રચના અને એટલેી જ મધુર ગાયકેી.

  Reply
 9. Rajendra Ghodasara

  મને ટહુકો.કોમ ગમ્યુ
  I very very like tahuko.com
  aavu sahitya su tame mane mara E-mail dwara mokli sako?
  hu mara blog ma tamara name upload karva magu chhu

  bus mari aatali vinti svikarva vinnti.

  thank you

  તમારો આભાર્

  Reply
 10. kavi

  જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એનીજ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે. સાચિ વાત કહિ ડો. જગદીપે દિલ ને રડવિ જાય મન ને દુભાવિ જાય ખરેખર કરુણ….

  Reply
 11. KrishMan

  જીવવા જેવું જ જીવાયું નહી,
  જીવવાની આવડત મોંઘી પડી……

  Absolutely realistic ….

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *