જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
-જવાહર બક્ષી
આ ગઝલ ને જેટલી વાર સાંભળું એટલી વાર તાજગી આવી જાય છે. એમાંય સ્વરોત્તમ પુરુષોત્તમભાઈ નું સંગીત અને તેમના જેવા જ દિગ્ગજ આશિતભાઇ નો સાથે અવાજ. ગઝલમાં ચાર ચાંદ લગાડી દે છે અને સાથે જ જવાહર બક્ષી ની ફિલસુફી જેનો ટૂંકમાં સાર ફક્ત એટલોજ કે અતિશય નિકટતા કેટલી વિકટ હોઈ શકે છે. કેટલી સુંદર અને સંગીતમય રજુઆત!
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી……
Absolutely realistic ….
જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એનીજ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે. સાચિ વાત કહિ ડો. જગદીપે દિલ ને રડવિ જાય મન ને દુભાવિ જાય ખરેખર કરુણ….
મને ટહુકો.કોમ ગમ્યુ
I very very like tahuko.com
aavu sahitya su tame mane mara E-mail dwara mokli sako?
hu mara blog ma tamara name upload karva magu chhu
bus mari aatali vinti svikarva vinnti.
thank you
તમારો આભાર્
જવાહર બક્ષેી નેી ખુબ સુન્દર રચના અને એટલેી જ મધુર ગાયકેી.
નિકટતા નૂ મોઘુ પડવુ ખુબ પીડાદાઈ હોય છે,
એ પીડા,સ્વ્રર સૂર અને શબ્દ મા ખુબ સુન્દર સહજ્તા થી વ્યક્ત થયી છે.
ઘાયલ કી ગતિ ઘાયલ જાને.
ખુબ ધન્યવાદ.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી……
સુન્દર અને લાજવાબ …
Simply amazing… મઝા આવિ…
– જયેન્દ્ર દેસાઇ
દુરની વ્યક્તિને નજીકથી નિહાળવાનું થાય ત્યારે, તેના ગુણોની સાથેસાથે છિદ્રો પણ નજરે પડે છે. એટલે જ કવિએ કદાચ લખ્યું હશે કે, નિકટતા તો સતત મોંઘી પડી. સુંદર ગઝલ. આભાર.
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી….
ખરેખર… બધી બાબત મા અફલાતૂન ….
કવિશ્રી જવાહર બક્ષીની ગઝલયતથી ભરી સુંદર ગઝલ.
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
ખુબ જ કરુણ….
બહુજ સરસ અને સાચી વાત.. આ દુઃખ છે વાસ્ત્વિકતાનુ…!!
પ્રેમ એટલે મિલન….
મિલન એટલે નિકટતા…..
વિરહ એટલે દૂરતા…..
સહુને વિરહની દૂરતા તો સદા મોંઘી જ લાગતી હોય છે.
પરંતુ જેને માટે હ્રદયની સઘળી લાગણીઓ¸ઉર્મિઓની દોલત લૂંટાવી દીધી હોય અને એની જ નિકટતા જો પ્રતિસાદવગરની; ઉમળકા¸ અહેસાસ અને ઉષ્મા વગરની નીકળે તો એ નિકટતાના મોંઘી પડવા જેવું જ છે.
જીવનમાં જે જે ધાર્યું હતું¸જે જે ઇચ્છ્યું હતું¸જે જે ઝંખ્યું હતું એ બધું ધારણા કરતાં જુદું જ નીકળ્યું, એ વાત અહીં આખી ગઝલમાં બસ ઘૂંટાયા જ કરે છે¸પડઘાયા જ કરે છે….
અને અંતે અપૂર્ણ ઇચ્છાનો,અધૂરી ઝંખનાનો એક ઉઝરડો,એક ઘાવ… આપણા મન ઉપર ચિર અંકિત થઇ જાય છે.
જવાહર બક્ષીની ઉત્તમ ગઝલોમાંની એક અને ગુજરાતી ગઝલની તવારિખમાં MILE STONE સમી આ ગઝલને પુરુષોત્તમભાઇએ અદભૂત સ્વરાંકનમાં મઢી છે અને સ્વયં પુરુષોત્તમભાઇ અને આશિતભાઇએ મળીને જે રીતે ગાઇ છે એ માટે એટલું જ કહેવું પડે કે બીજા કોઇ ગાયકો માટે આવી રીતે ગાવું એ ગજા બહારની વાત કહેવાય.
Simply superb…..
– ડો. જગદીપ ઉપાધ્યાય