સમ તને – ઊર્મિ

રોજ ઝરમર ઝાર ઝરતાં આંસુઓના સમ તને,
ધીરતાં જ્યાં થઈ અધીરી- એ પળોના સમ તને.

આગમનની અમથી અમથી અટકળોના સમ તને,
ને નિરંતર વાટ જોતા પગરવોનાં સમ તને.

મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
કોરી કોરી આવતી આ વાછટોના સમ તને.

તું અમસ્તાં વેણ આપીને હવે ભરમાવ નહીં,
છે, છલોછલ છળથી છળતાં મૃગજળોના સમ તને.

તું મને બોલાવે પણ નહીં ને વળી આવેય નહીં ?!
જો, બહાનાં કાઢ નહીં… છે કારણોનાં સમ તને !

હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને.

-’ઊર્મિ’ (મે ૨૦૦૯)

9 replies on “સમ તને – ઊર્મિ”

 1. Ramesh Patel says:

  હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
  ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

  કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
  ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને.

  -’ઊર્મિ’ (મે ૨૦૦૯)
  ખૂબ જ સુંદર ગઝલ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. સળંગ સુંદર ગઝલ..

 3. Rekha shukla(Chicago) says:

  કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ, ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને…..!!!અફલાતુન છે આ ગીત એના શબ્દોના સમ તને ઉર્મિ….!!!

 4. Anand Rajpara says:

  aathi pan vadhu sari kruti na lakhe to sam tane.

 5. jayantilal v bhatt says:

  મને ગઝલ ખુબજ ગમિ ચ્હે

 6. સરસ રચના,
  ઘણી ગમી ગઈ,
  કોઈ રીતે પ્રણય ની રાખજે તુ આબરુ,
  અને તુ મને બોલાવે નહી અને આવેય નહી, બહાના કાઢ નહી કારણો ન સમ તને,
  ખુબજ સરસ.

 7. dipti says:

  ઘણી સરસ રચના….

  મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
  કોરી કોરી આવતી આ વાછટોના સમ તને…

  વાહ વાહ !!!

 8. Kalpeet says:

  It’s very Interesting & Amazing….

  I Like it……….

 9. Ashok says:

  ઊર્મિ જી, વાહ વાહ, ખૂબ જ સુન્દર અન્દાઝ છે અને અત્યન્ત સુન્દર ગઝલ છે. અભિનન્દન, અભિનન્દન, અભિનન્દન. “મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,…સમ તને”!!! વાહ !!! – જો એ આવે તો કદી જવા ન દેતા, કારણ કે આવા વિરલા વ્યક્તિ ક્યારે ક જ મળે છે. આ ગઝલ કોક ઘાયલ દિલ ગાતૂ હોત તો શેરે શેરે “મુકર્રર ઇર્શાદ” થયા કરત,ને એનો અન્ત ન આવત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *