હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર

આજે આપણે રઈશભાઈ સાથે હસીને થોડા હળવા થઈ જઈએ. :-) પ્રસ્તુત છે રઈશભાઈની એક હઝલ…એમનાં એક પ્રોગ્રામમાં લીધેલી વિડીયોની એક ઝલક.

YouTube Preview Image

(વિડીયો: ઊર્મિ… 6 સપ્ટેમ્બર 2007)

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.

-ડૉ.રઈશ મનીઆર

આ પ્રોગ્રામમાં પ્રસ્તુત થયેલી બીજી બે હઝલો પણ રઈશભાઈનાં મુખે જ અહીં માણો.

9 thoughts on “હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર

 1. SANATKUMAR DAVE

  dear Raishbhai…superb u r HAZAAL…pet bharine manni…maza avi gayi..God bless u..jai shree krieshna…aapno j ..sanatkuamr dave..(Dadu as i am known on FB..)..

  Reply
 2. chandrakant Lodhavia

  હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર
  By Jayshree, on May 9th, 2011 in ટહુકો.ડૉ.રઈશ મનીઆર ને પ્રથમ વખત હઝલ મણાવતા સાંભળ્યા. બે ડોક્ટર્સ યુ.એસ.એ. ના ગુજુ ભાઈ બહેનોને હલાવા,જગાવા ને હસાવવા સફર સાથે કરી રહ્યા છે. જયશીબેન વ્દારા અત્રે માણી લઈએ છીએ.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 3. Rajan

  રઈશભાઈ ગઝલ લખવા ગયા અને હઝલ લખાઈ ગઈ.
  કાંઈ જુદુ કરવા ગયા, ને લોકોને મજા પડિ ગઈ.

  Reply
 4. જયેન્દ્ર ઠાકર

  ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.
  માણસ જ્યારે કંઇક અવનવું વિચારે ત્યારે સમાજ પ્રગતિ કરે છે!
  આ રીતે જોતાં રઇશભાઇ તો કોય બીજાજ નક્ષત્રના રહેવાશી લાગે છે. ૧૫મે ના દિવસે અહીં પ્રુથ્વી લોક પર Gaithersburgમાં મળવાનો લહાવો કેટલો અલભ્ય રહેશે!

  Reply
 5. indravadan g vyas

  મઝા આવી ગઈ !
  અમે શીકાગોવાસીઓ ને ખુબ લાભ મળ્યો ગઈ કાલે અને પરમદિવસે !સાચેજ એ દિવસ પરમ દિવસ બની રહ્યો.ધન્યવાદ રઈશ ભાઈ અને વિવેક્ભાઈ.

  Reply
 6. Maheshcandra Naik

  સરસ હઝલ, શ્રી રઈશભાઈને અભિનદન…………

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *