તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’

આજે 25 નવેમ્બર, કવિ શ્રી બરકત વિરાણીનો જન્મદિવસ. અને ટહુકો અને મોરપિચ્છ નામના બ્લોગનું નવુ ઘર – ટહુકો.કોમને આજે એક વર્ષ પુરુ થયું.

આ ગઝલ ખાસ ટહુકો ના તબીબ-મિત્રોને .. સપેમ્ર ભેટ 🙂

desert-7.jpg

.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

13 replies on “તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’”

 1. Sakshar Thakkar says:

  Many Many Happy returns of the day to tahuko.com and to Befam…Loads of thanks to tahuko.com…Good work done…

 2. Non Residential Gujarati says:

  really,
  “befaam” has got the quality of givin the spirituality in sweet cover of mohabbat..that’s the way he rejuvenate the form of sufiyana sangeet..and ofcourse the another great ashit desai is givin the voice so..the song is itself making a effect of hi-level trans.wen u hear.

 3. nilam says:

  खूब खूब वधाइ. आगे बढते रहो..हम आपके साथ है.
  बहुत खूब जयश्री…

  क्या कहेना ?

 4. SHIV PRAKASH says:

  I SAW YOUR SITE AT FIRST TIME.

  I BELIEVES THAT THIS IS A VERY BEST IDEA TO GIVE A

  IDENT TO OUR

  MOTHER LANGUAGE…………………

  CONGRATULATION BY ME

  SHIV

 5. કવિતા તબીબોના જોવા માટે ખાસ પોસ્ટ કરી હોય અને તબીબો પછી શસ્ત્રક્રિયા ન કરે તો કેમ ચાલે? ગઝલ આખી ય સુંદર છે, વ્હાલી દોસ્ત! પણ ત્રણથી ચાર જગ્યાએ શેર ટાઈપ કરવામાં ભૂલ થઈ ગઈ હોય એવો ભાસ થાય છે. વાક્યરચના અને છંદની આવી ભૂલ બેફામ તો ન જ કરે… (કદાચ!)

 6. Jayshree says:

  વિવેકભાઇ, મારી પાસે કોઇ પુસ્તકમાં આ ગઝલ ન મળતા મેં એને બીજા એક બ્લોગ પરથી લીધી છે.
  પણ લાગે છે હવે કોઇ પુસ્તકમાં આ ગઝલ શોધવી જ પડશે.

 7. samir says:

  song nathi vagtu

 8. rajesh bhavna vapi says:

  ખુબ જ સરસ,
  Very Good…

 9. Raviraj jadeja says:

  Very nice poem i like it.

 10. rajeshree trivedi says:

  ને જવા …………નેજવા……..વાઁચવુ.
  હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
  મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

  ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
  નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

  અતિસુઁદર શેર

 11. ભૂપેન્દ્ર પટેલ says:

  તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
  જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
  વાહ વાહ.. !!

 12. Anila Amin says:

  ‘ બેફામ ‘બેફામ લખતા જરાય ગભરાતા નથી

  ને લોકોને બેફામ વિચારતા કરી દેછે. દિલનાદર્દની દવા ક્યાય નહી મળે જેને દર્દ આપ્યુ

  હોય એની પાસે જાઓ તો દવાની જરૂર નહી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *