પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!

થોડીવાર પહેલા જ એક મિત્રએ આ ગીત મોકલ્યું. અને સાથે શબ્દોની pdf. ટાઇપ કરતા પહેલા google કર્યું, તો શબ્દો પણ અક્ષરનાદ પરથી મળી ગયા. ગીતનું શીર્ષક વાંચતા જ થયું કે કશે તો આ શબ્દો સાંભળ્યા છે, પણ ગીત નથી સાંભળ્યું, અને તરત જ આ ગીત યાદ આવી ગયું – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.... એ ગીતની શરૂઆતમાં – પ્રસ્તાવનામાં કવિ શ્રી સુરેન ઠક્કર ‘મેહુલ’ એ આ લોકગીતની છેલ્લી કડીનો ઉલ્લેખ કર્યો છે.   તો સાંભળો આ લોકગીત – આશા ભોંસલેના સ્વરમાં… (ગવાયેલા શબ્દો થોડા અલગ છે, પણ લખેલા શબ્દો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્રારા સંપાદીત પુસ્તકમાંથી લેવાયેલા હોવાથી બદલ્યા નથી. )

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

( શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદીત પુસ્તક “રઢિયાળી રાતના રાસ” માંથી સાભાર.)

10 replies on “પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!”

 1. DEAR A VERY GOOD SONG…THE PLIGHT CAN BE BETTER U/S BY THOSE WHO HAVE ‘NO PAGALINO PADNAAR/YA PADNAARI….IN LIFE’…..
  AND ZAVERCHAND MEGHANI JI OHA….A GREAT SHYAYAR……HIS ONLY SONG ‘PIDHO KASOOMBINO RANG’…BHAI BHAI STILL CAN NOT BE FORGET…….
  HOPE IN FUTURE TOO SUCH TYPE OF POEMS/SHAYARIES SHALL BE DISPLAY..
  GOD BLESS U ALL
  A BEST WISHES..
  EVER YOURS
  DADU NI AASHSIH..

 2. mukesh says:

  Jayshree ben aa geet open nathi thatu, click karta ni sathe error in file opening batave che, to koi rasto batavsho. PLEASE.

 3. Jayshree says:

  મુકેશભાઇ, 

  મારા કોમ્યુટરમાં ફરી ચેક કરી જોયું, અને ગીત બરાબર વાગે છે. તમે બીજું કોઇ browser વાપરી જુઓ. ગીત વાગવું જોઇએ. 

 4. mukesh says:

  sorry, jayshree ben same problem ave 6e, mein bija browser pan check kari joya ,mozilla firefox, internet explorer and google chorme. Geet sambhadva mate biju koi software download karvu jaruri 6e???

 5. Ullas Oza says:

  સુન્દર ભાવપુર્ણ ગેીત.

 6. પુત્ર પ્રાપ્તિની અદમ્ય ઝઁખનાનુઁ અનોખુઁ સ્વરૂપ !
  વાહ કવિ !વાહ આશાજી ! ભલે ભલે બહેના !

 7. Rekha shukla(Chicago) says:

  માતાજી તેડાવીને ખોળા ભરાય ત્યારે આ ગીત તો અમારે ગાવુ જ પડે..!!!અને એમાય ઘોડા ખુંદે ને હિંચ લેવાય ત્યારે તો મજા કંઈ ઓર જ આવે..
  રાંદલમા ને તેડાવીને તૈયારી કરાય છે,જ્ન્મ થવાનો છે ને તૈયારી કરાય છે,
  જન્મ્યા પછી ચાલવા,બોલવા,દોડવા,ભણાવવા,બધાની તૈયારી કરાય છે,
  પરિક્ષાની તૈયારી પતે ને રિઝલ્ટની રાખવાની છે,કરિયર કે બંધનમા બંધાવાની ને,
  તૈયારી કરાય છે માયાના જાળા ગુંથીને,પછી તૈયારી કરાય છે ઉપર જવાની,
  મર્યા પછી પણ પીછો ન છુટે-ફ્યુનરલ અસ્થી પીંડ્ પિપળે પાણી ને શ્રાધ્ધ,
  મોક્ષની તૈયારી મોહમાયાની આ લીલા પછી ઈશ્વરમા એકલીન થાવાની તૈયારી,
  જન્મ પહેલા-પછી ને મ્રુત્યુ સુધી ને પછીયે પાછળ લાગી રહી તૈયારી….

 8. bhumi patel (north carolina) says:

  બહુ જ સુન્દર ગેીત . અને એમા આશાજી નો અવાજ …..

 9. keshavlal thakar says:

  માતાજિ ના ગિત ખુબજ ગમે છ્હે

 10. ખુબ સુન્દર્,ભાવુક ગિત્ આપને ખુબ ખુબ અભિન્દન્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *