બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …

આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.

જળદેવતાને

”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)

સ્વર – હેમુ ગઢવી

સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે !
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે !

શું રે કો’છો, મારા સમરથ દાદા ?
શા કાજે બોલાવ્યા જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારા સમરથ દાદા !
પારકી જણીને પૂછી આવો જી રે.
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે જી રે !

શું કો’છો, મારા સમરથ સાસુ ?
શા કાજે બોલાવ્યાં જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારાં સમરથ સાસુ !
જે કે’શો તે કરશું જી રે !
ઊઠોને રે, મારા નાના દેરીડા !
મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે !
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે !

મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોયે જી રે !
ભાઇ રે જોશીડા !વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે જી રે !

મારી માતાજીને એટલું કે’જે,
મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !
ઊઠોને રે, મારા સમરથ જેઠાણી !
ઊનાં પાણી મેલો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ દેરાણી !
માથાં અમારાં ગૂંથો જી રે.
ઊઠોને રે, મારા સમરથ દેરી !
વેલડિયું શણગારો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ નણદી !
છેડાછેડી બાંધો જી રે.
ઊઠોને મારા સમરથ સસરા !
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.

આવો આવો, મારા માનસંગ દીકરા !
છેલ્લાં ધાવણ ધાવો જી રે.
પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે !
પાછું વળી જોજો, અભેસંગ દીકરા !
ઘોડલા કોણ ખેલવશે જી રે !

ઇ રે શું બોલ્યા, સમરથ બાપુ !
નાનો ભાઇ ખેલવશે જી રે.
પાછું વાળી જોજો, વહુ રે વાઘેલી વહુ !
પૂતર કોને ભળાવ્યા જી રે.

કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે !
દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે !
બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે !
ચોઠે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે !
એક હોંકારો દ્યો, રે અભેસંગ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે ચારણ, પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે.
એક હોંકારો દ્યો,રે વાઘેલી વહુ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે તે વાળુભાનાં લોકો જી રે.
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડીઓ,
તર્યાં અભેસંગનાં મોળીઆં જી રે !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે !
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે !

38 replies on “બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …”

 1. Niraj Solanki says:

  બહુજ જુનુ પન ખુબ સરસ ચ્હે આ ગેીત્… ખુબ ગમ્યુ… નાનો હતો ત્યરે આવા ગેીતો સામભલતો હુ..!!

 2. અમે નાના હતા ત્યારે બકુલાબેન આ ગાતા અને અમે ઘરના સાભલતા ..કોઇ એક શબ્દ ના બોલે..મારિ બા તો ખુબ જ રોતા ..સઉ અવાક થઇ જતા..આવા સમાજ કે લોકોપયોગિ બલિદાન ..આ જગતમા ક્યાય ના મલે..ખુબ ખુબ ધન્યવાદ ..બચપન યાદ આવિ ગયુ..!

 3. Ranjitved says:

  CHI BEN JAYSHREE ANE AMITBHAI..AMARE MATRA ETLUNJ KAHEVANU CHHE ….” U T T A M ..!”
  KHUB MAZA PADI GAI…HEMUBHAI NA SWAR MAA SANGEET /BACK GROUND MUSIC/”PARSVA SANGEET” DHIMU HOI VADHARE MITHU LAAGE CHHE…ANE HEMU BHAI NO ..:KATHIYAVADI AVAZ: MITHAS ANE RANKO LAGNI SABHAR..ANE DHIMI ZADAP…
  AMNE BANNE NE SAMBHALVANI MAZA PADI GAI SATHE SATHE …MORBI NA GHARMA HINCHKA PAR MOTI BENO HARE TEVO GAATA ANE HUN 4-5 VARSHNO HATO TYARE SAMBHALTO PAN SAMJATU NAHINJ…1936 NI SAAL…AAJE YATHARTH…SAMJAY CHHE…BALPAN YAAD KARAVI AAPE MAARI AANKH..BHINI KARAVI NAAKHI.JAYSHREE KRISHNA FARI FARI SAMBHALVA BANNE “FAVORITES” MAA SANGHARI RAAKHUN CHHUN. ZAVERCHAND BHAI MEGHANI NI KRUTI..ATI UTTAM..CHHE NAVAI NI VAAT NAHINJ.
  JAYSHREE KRISHNA.RANJIT VED.

 4. Ranjitved says:

  BIJO SVAR KONOCHHE TE KHABAR NATHI PADTI..KHUB YAAD KARI JOYU..MITHAS TO CHHEJ…DHOLAK NI …THAPAT..TAL…MAZANA.PAN AVAZ OLKHAYO NAHINJ..E PAN KATHIYAVADI GAYAK CHHE.E VAAT 100% SACHI..KARUN RAS SABHAR.JAYSHREE KRISHNA .

 5. Enjoyed got very good feeling,remind me old days.
  We studided in our primary class back in 1955.

 6. ashalata says:

  બાળપણનુ ગીત——મઝા આવી .

 7. Dhaval says:

  So much story packed in a little song !!

 8. rupal vyas says:

  આપણા દેશની અંધશ્રધ્ધાઓ ને લોક્ગીતોમા મુકીને એ બરોબર છે એમ ન કહી શકાય. જરા વિચારો….બે માણસને ડૂબાડવાથી પાણી આવે એ કેવી વાહિયાત વાત છે પણ એ લોક્ગીત મા આવે એટલે સ્વિકાર્ય થઈ જાય? જળદેવતા ભોગ માગે છે….અને જળસમાધિ જેવા શબ્દો વાપરવાથી બે વ્યક્તીના મરવાની વાત રળીયાત નથી બનતી. શરમ છે કે આપણો ભૂતકાળ આવો હતો…!!!

 9. Darshit says:

  Thanks Jayshree for bringing the treasure of Gujarati songs for us….Hundreads…thousands…million…No billion thanks

  For this song…..Dont know if this is based on any true story or not, but somehow I did not like it….Killing a young couple for the water and that too when an astrologer said it will come if two young people are killed, even if this is not a true story, I somehow dont like in fiction as well….

 10. Chandrakant Patel says:

  બીજા ગીત મા સ્વર જુનાગઢ ના પ્રખ્યાત ભજનિક શ્રિ પ્રાણલાલ વ્યાસ નો છે.

 11. Sharad Radia says:

  આ રચના પાછળ તો હું ઍટલો પાગલ હતો કે તેનુ કોઈ વરણન જ ન કરી શકુ. મને તો માધાવાવ ના શિર્શક થી યાદ હતી. જયારે જયારે આ યાદ કરુ કે સાંભળુ ત્યારે મારી આંખો
  ભીની થાય જ. દીકરા-વહુનું બલિદાન, વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને ભોગ આપનારા તો આ જનમ મા જોવા નથી મળવાના. જીવનમાં ઘણિ ઈચ્છા છે તેમા ની એક માધાવાવ્/વણઝારી વાવ
  જોવાની છે. જો કોઈ ને ખબર હોઈ કે આ વાવ કયાં આવેલી છે તો જણાવવા માટે આભાર.

  બાર બાર વરસે માધાવાવ ખોદાણી તોય નાવ નીસર્યા નીર જો
  જાણતલ જોશી એ એમ જ કહયું માધાવાવ માગે છે જોડ જો.

  ઘોડો ખેલવતા તેજમલ દિકરા માધાવાવ માગે છે જોડ જો
  શું રે કો’છો, મારા સમરથ દાદા ? પારકી જણીને પૂછી આવો જી રે.

  બેટ્ડો ધવરાવતા વહુ જી વાઘેલા માધાવાવ માગે છે જોડ જો
  શું કો’છો, મારા સમરથ સાસુ ? પિયર તે મોકલો મારા જોશડા વીર ને

  મારી માતાજીને એટલું કે’જે, મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !

  ઉપર લખેલ અને વાંચેલ મને બાળપણ ની મીઠી યાદ આવે છે ને મારી આંખો
  ભીની થાય છે.

  આ રચના ટહુકૉ ઉપર લાવબવા બદલ સૌ નો આભારી છુ.

 12. સરસ.
  બાળપણ માં સાંભળ્યુ હતુ.
  જો કે તે અધુરુ હતુ, આજે પુરુ વાન્ચવા મળ્યુ.
  આભાર.

 13. meena says:

  આ ગીત સાથેની લોકકથા હેમુભાઈ ગઢવીના અવાજમા અમદાવાદ વડૉદરા રેડીયો પરથી નાનપણમા સાભળતા અને આખ ભીની થતી.
  જયશ્રીબેન કોઈ પાસેથી આ લોકકથા મળે તો સભળાવા વિનન્તિ.
  આભાર

 14. Pallika says:

  કેતન મહેતા ની “ભવની ભવાઇ” યાદ આવી ગઈ.

 15. modi shailesh says:

  I think second version sung by pranlal vyas

 16. Kaushik Nakum says:

  ખુબજ સુંદર પ્રાણલાલ વ્યાસ નું ભજન…
  બાળપણમાં મને ભજનો સાંભડવા ના ગમતા ાને પપા રોજ સાંભડે… પણ જ્યારે આ ભજન પેહલી વાર સાંભડ્યુ ત્યારથી એવુ તે ગમી ગયુ હતુ કે પછીતો રોજ આ ભજન રોજ સાંભળતો… પણ છેલ્લા ઘણા વર્ષોથી સાંભળ્યુ જ નહોતુ..
  તમારો ખુબ ખુબ આભાર જયશ્રીબેન આ ભજન મુકવા બદલ…

 17. કાંતિલાલ માલ્દે says:

  હેમુ ગઢવી અને પ્રાણલાલ વ્યાસના કંઠે ગીત સાંભળીને ભાવવિભોર થઈ ગયો….ડાઉનલોડ થઈ શકે તો સારુ..

 18. mahesh dalal says:

  વાહ સરસ્.

 19. Rohitsinh says:

  આ વાવ વઢવાણ, જી. સુરેન્દ્રનગર ખાતે આવેલ હોવાનુ મનાય છે. ઘણા વર્ષે આ ગીત વાંચવા મળ્યુ. આભાર.

 20. Himanshu Trivedi says:

  This is known as “Gozari Vaav Nu Geet” and is associated with the Vaav @ Wadhwan in Surendranagar District in particular. It has been one of the best “tragic” folk songs in Gujarat/Saurashtra.

 21. જય પટેલ says:

  બાર બાર વરસે..ઘણા સમયથી સાંભળું છું પણ શબ્દદેહે પહેલીવાર માણ્યું.

  શ્રી લાખાભાઈ ગઢવીના સ્વરમાં વધારે કર્ણપ્રિય લાગે છે. સ્વરાંકન ( એ વળી શું ? )પણ
  થોંડુ ગતિમય છે. હેમુદાની ગાયિકાવાળા પ્રસ્તુત વર્ઝનને માણવા ધીરજ જોઈશે.

 22. Maheshchandra Naik says:

  સરસ ગીત, લોકગીતમા હેમુ ગઢવીને સલામ કરવી જ રહી, બાળપણમા સાંભળવામા આવ્યુ હોય એવુ યાદ નથી આવતુ…………

 23. Dinesh Pandya says:

  જુનું ગીત છે. નાના હતા ને શાળામાં ભણતા ત્યારે ભણવામાં આવતું તેં
  “બાર બાર વર્ષે માધાવાવ ગળાવી નવાણે નીર ના આવ્યા જી રે…”
  પરિક્ષામાં પુછયેલ એક પ્રશ્ન યાદ આવે – કેડ સમા નીર કયે પગથિયે આવ્યાં? તે જમાનાનાં આપણાં જીવનનું ચિત્ર છે.
  હવે તો મા નર્મદાના નીર બધે પહોંચતા થયા છે.
  આવા જુના સુંદર ગીતોના તમને સામે એટલા જ સુંદર પ્રતિભાવો મળે છે તે બતાવે છે કે સતત બદલાતા જમાના (અને આપણું
  જીવન પણ)માં પણ આપણી સંવેદના એવી ને એવી જીવંત છે.
  વાંચકોને બાળપણ અને શાળાના દિવસો યાદ આવી જાય તેવું આ સુંદર લોક્ગીત અહીં મુકવા બદલ ધન્યવાદ!

  દિનેશ

 24. riddhi.bharat says:

  ખુબ જ ક્રુણ ગેીત ચે

 25. harshad brahmbhatt says:

  બાળપણ માં સાંભળ્યુ હતુ.
  જો કે તે અધુરુ હતુ, આજે પુરુ વાન્ચવા મળ્યુ

 26. reenu shah says:

  ખુબ સરસ ગિ લાગુઉઉ

 27. nitin lokbharti says:

  પ્રાન્લાલ વ્યાસને …………………..ઇશ્વર તેના આત્માને શાન્તિ આપે…..

 28. nikhil says:

  પ્રાણલાલ વ્યાસ ખુબ સરસ અવાજ

 29. nandlal vaishnav says:

  પ્રાનલાલ વ્યાસ નુ ગિત સામભલિ ખુબ ગમ યુ ઇશ્વર તેના આત્માને શાન્તિ આપે…..

 30. bandaali hudda says:

  ભાઈ….ભાઈ…ભાઈ………
  ખુબજ સુંદર…..
  મઝા આવી…… ખુબ ગમ્યુ…ભાઈ…….

 31. bandaali hudda says:

  ભાઈ….ભાઈ…ભાઈ………
  ખુબજ સુંદર…..
  મઝા આવી…… ખુબ ગમ્યુ…ભાઈ…….
  -BANDALI HUDDA
  From-BOTAD DI-BHAVNAGAR

 32. આ ગીત મેં ઝવેરચંદ મેઘાણી સંપાદીત ‘રઢિયાળી રાત’ નામના પુસ્તક માં વાંચેલું.ત્યારબાદ આ ગીત હેમું ગઢવી,પ્રાણલાલ વ્યાસ,લખાભાઈ ગઢવી,કનું દેવીદાન બારોટ વગેરે ના કંઠે તેમજ ‘લાખો વણઝારો’ નામના ગુજરાતી ફિલ્મ માં સાંભળેલું.આપ રઢિયાળી રાત માંથી તેજમલ નામનો રાસડો લખશો એવી વિનંતી.

 33. naresh kumar bhatt says:

  જય્શ્રેીબેન ને મર પ્રનમ્.

  મરિ એક વિનન્તિ ચે કે હેમુભૈ એ ગયલુ મોર બને થ્હન્ગત તહોક મ ઉપ્લોઅદ કરે.
  હેમુભૈ એ અ લોક ગેીત બહુજ અત્લે બહુજ સરુ ગયુ ચે. તમર અગર હઓઇ તો ઉપ્લોઅદ કર્જો અથ મને કેસો તો તમ્ને મોક્લવિસ એત્લે અનો અનન્દ બધૈ લૈ સકે.

 34. Bhadresh jani says:

  આ વાવ વધ્વાણ આવેલિ ચે અને આજે પણ એક સાથે પતિ -પત્નિ ને વાવ મા
  જવા દેવતા નથિ તેવુ જોયુ ચ્હે.

 35. V J SHAH says:

  iI tried but could not listen 2nd song & first song was incoplete. Just guide how can i listen 2nd song

 36. Trupti says:

  માનનીય શ્રી જયશ્રીબેનનો આ સુન્દર લોકગીત ટહુકો પર ઉપલબ્ધ કરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

  ઘણા વર્ષો પૂર્વે yr. 1990-1991 મા ગુજરાતી દૂરદર્શન પર “વાવ” નામનુ ગુજરાતી નાટક રજૂ થયુ હતુ. તેમા આ ગીત સૌપ્રથમવાર સામ્ભળ્યુ હતુ. Female voice મા સમગ્ર નાટક દરમ્યાન background મા આ ગીત સતત વાગતુ હતુ એવુ યાદ છે. ત્યારબાદ આ ગીત ની audio cassette (એ જમાનો tape recorder અને audio cassettes નો હતો) મેળવવાની ઘણી કોશિશ કરી પણ ક્યાંયથી મળી નહિ. આજે અહીં સાંભળીને ઘણોજ આનન્દ થયો.

  “ગોઝરી” ગણાતી એક અવાવરુ વાવ માં સામ્પ્રતકાલીન રાજકારણીઓ દ્વારા સામાન્ય પ્રજા પર જે રીતે જોરજુલમ અને ધાકધમકી કરવામા આવતા તેનુ ઉપરોક્ત નાટકમાં અત્યન્ત સચોટ નિરુપણ હતુ. જો કોઇને “વાવ” નાટકમાં રજૂ થયેલ female version માં આ લોક્ગીત મળી શકે તેમ હોય તો ટહુકો પર પણ તેને મૂકવાની નમ્ર વિનંતી છે.

 37. nitin jambudia says:

  ખૂબ સુંદર,
  મારા બા 79 વર્ષ ના છે. તેઓને ઉપરોક્ત ગીત ને મેળળવવા ઘણા પ્રયત્ન કર્યા હશે પણ મને જણાવ્યા પછી સર્ચ કરતાં અંહિતી મળી ગયું. ખરેખર મારી સર્ચ “સુદમાં ચરિત્ર – પછી શામળિયો એમ બોલિયાં, આખું ગીત જોઈતું હતું, પણ તે ના મળતા આ બીજું ગીત કે જે જોઈતું હતું પણ તેને માટે સર્ચ નહોતું કર્યું . ખૂબ ખૂબ આભાર,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *