કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા

સ્વર – સંગીત : ડો. ભરત પટેલ

.

કોરા કાગળ પર લીટી દોરે સખી
ને અમે એ માપની પંક્તિ લખી

ચીતરે કંઇ એમ એનો એક હાથ
જેમ ઝુલે વૃક્ષની એક ડાળખી

આંખ ખોલું તો મને દેખાય એ
એ કે જેને મેં હ્દયથી નીરખી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં જાણે કે જળની પાલખી

કેમ પાણીમાંથી છુટું પાડવું
એક આંસુના ટીપાંને ઓળખી

10 replies on “કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા”

 1. Pravin Shah says:

  સુંદર ગીત!
  આજ વસંત ખીલી છે ચોપાસ,
  પાનખરને એ ગઇ છે ભરખી!

 2. Bina Trivedi says:

  Hello Jayshree, Today is Mahashivratri and I don’t see any posts like Shiv Bhajans….. If you could please oblige……Bina Trivedi.

 3. pragnaju says:

  ક ર્ણ પ્રી ય ગીત
  અને આ પંક્તીઓ
  કેમ પાણીમાંથી છુટું પાડવું
  એક આંસુના ટીપાંને ઓળખી
  વાહ્

 4. એક વાદળ એમ ચાલ્યું જાય છે
  આભમાં જાણે કે જળની પાલખી

  -કેવી અદભુત કલ્પના !

 5. sanju vala says:

  ભરત આપણી ભાશાના સરસ કવિ . તેમની આ ગઝલ સુન્દર . અભિનન્દન આ કવિને. સન્જુ વળા.

 6. Sandip Bhatia says:

  છેલ્લા બે શેર લાજવાબ
  કવિને અભિનન્દન

 7. એક વાદળ એમ ચાલ્યું જાય છે
  આભમાં જાણે કે જળની પાલખી

  આંખ ખોલું તો મને દેખાય એ
  એ કે જેને મેં હ્દયથી નીરખી

  કોરા કાગળ પર લીટી દોરે સખી
  ને અમે એ માપની પંક્તિ લખી

  પ્રીત નિ વણઝાર્……….અવિરત્,,,,

 8. jethisona says:

  kem pani mathi chhutu padvu ek ansu na tipa ne odkhi khub j saras

 9. આત્યન્ત સુન્દેર અભિવ્યક્તિ’…ને માપ નિ પન્ક્તિ..’ ગમિ

 10. babyvraj says:

  આંખ ખોલું તો મને દેખાય એ
  એ કે જેને મેં હ્દયથી નીરખી…..
  આટલુ સામ્ભળતા જ …………એ દેખાય આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *