આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

આપણે જ્યારે ગુજરાતી સંગીતની ઉજવણી કરતા હોય, ત્યારે અવિનાશ વ્યાસને યાદ ન કરીયે એ ચાલે?

શ્યામલભાઇનો સ્વભાવ આમ તો ઘણો મોજીલો.. ( એક ખાનગી વાત કહું ? થોડા સમયમાં એક આલ્બમ બજારમાં આવે છે – રમુજી રઇશભાઇ અને મોજીલા મુનશીભાઇ 🙂 )

પણ હું ખાત્રી આપું છું કે શ્યામલભાઇના કંઠે આ ગીત સાંભળીને મન થોડું ઉદાસ થઇ જ જાય. જીવનનું સત્ય, કે જે બધાને જ ખબર છે, એ જ્યારે આમ ભાવવહી સ્વરે સામે આવે, ત્યારે કેવું વિચારતું કરી દે છે.

સ્વર : શ્યામલ મુન્શી

laakadu.jpg

.

આ આદિ-અંતની સંતાકુકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું
આજ મારા શબદનો…

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મુકે લાકડું
આજ મારા શબદનો…

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું
આજ મારા શબદનો…

કંકુ શ્રીફળ માણેક સ્થંત માંડવો, ચતુર પંખનું પાંદડું
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું
આજ મારા શબદનો…

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો સાથે લાકડી એ લાકડું
આજ મારા શબદનો…

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું
સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું
આજ મારા શબદનો…

15 replies on “આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ”

 1. Ami Dwivedi says:

  જયશ્રી, છેલ્લી કડીમાં “રાંડકું” ને બદલે “રાંકડું” શબ્દ છે. આ મારું અત્યંત માનીતું ને લાડકું ગીત છે – જ્યારથી સાંભળ્યું ત્યારથી તેના શબ્દો, તેના લેખક તથા અર્થ મનમાંથી ખસ્યા નથી. સાઈટ ગુજરાતી ગીતોના અમુલ્ય ખજાના સમી બની ગઈ છે!

  તમને એક ગીત વિષે મેલ કરી છે – શબ્દો આ પ્રમાણે છેઃ સર્વારંભે, પ્રથમ નમીએ, રિધ્ધિ સિધ્ધિ સ્વામી ગણપતિ, સાથે મળીને ચોપાટ ખેલે, ઇશ્વર ને સતી પારવતી.

  મળે તો શબ્દો તથા સૂર સાથે જરુરથી મુકશો.

 2. hemant-ahmedabad says:

  khub saras, fine dil ni vat hotho par lavi didhi

 3. જયશ્રેી બેન્
  ખુબ સરસ ગિત મનેઆ ગિત મોકલ્શો તો ખુબ ગમ્શે

  વિભાન્શુ દવે

 4. Komal Shah says:

  Madam
  I like your passion and feelings towards Gujarati Songs,
  It keeps us united and feel proud to be gujarati.
  I lilke to listen following song, if you can send it please send
  sanwariyo re maro sanwario
  Hu to khobo mangu ne dai de dariyo.
  I have seen this song in this link but I want it in downloadable form.

  Namaste,

  Komal

 5. shriti patel says:

  જય્શ્રિબેન્ ખુબ સરસ ગિત મુક્યુ, જિન્દિગિનિ રિયાલિતિ સમ્જ્વ્તુ ગિત,,,હજુ ઈક ગિત નિ શોધ્મા હુ ચુ દિક્રરિ વિશે સ્વ્ર્સેતુ ન પ્રોગ્રમ્મા મે સામ્ભ્દિયુ હતુ,,કઐક એવુ હતુ કે પપ્પા હુ તમને ક્ક્યા નદિ કે તમે મને વરાવિ દિધિ….જો મલિ જાય તોૂ મજા અવિ જાય્

 6. dharnidhar c vora says:

  જય્શ્રિબેન્ ખુબ સરસ ગિત મુક્યુ, જિન્દિગિનિ રિયાલિતિ સમ્જ્વ્તુ ગિત.

  ધરણીધર

 7. Bina says:

  મને ગિત ન શબ્દો બરાબર ખબર નથિ પર્તુ તેમ થોદક શબ્દો મને યાદ ચે તે “મર રામ તમે સિતાજિ નિ તોલે ન અવો”

 8. naren mahida says:

  તહુકોોમ દ્વાર તમે મને વર્શો પેહ્લલા નુ વિવિનગર યાદ અપાવ્યુ.૧૯૭૭આનન્દ કાલેજ ના દિવસો સ્મરનથૈ ગયા.

 9. usha says:

  ખરેખર લાકડા એજ આદિ-અંત સુધીના સાથ આપે છે…લાકડાની જેમ માટી પણ આદિ અંત સુધી રાખમાં પરિણમી ને સાથ રહી જાય છે. ઉષા

 10. dipak says:

  aa git sabhli ne jindgi nu satya samjay 6e.

 11. shivani shah says:

  “ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
  દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!”

  કેટલીયે વાર ઘોળી ઘોળીને આ ” કસુમ્બીના રંગ”ના પ્યાલા ભરી ભરીને પીધા પણ
  તૃપ્તિ નથી થતી. મેઘાણીએ લખેલ અને હેમુ ગઢવીએ ગયેલ આ ગીત સાંભળવા માટે
  હૈયું અને કાન તૃષાતુર જ રહે છે.

 12. neepa bhatt says:

  ખૂબ સુંદર રચના…..દરેક શબ્દ મનમાં જડાઈ જાય છે…ખૂબ અભિનંદન…..

 13. Chetan Shah says:

  Similar song in hindi is very popular -Dekh Tamasha Lakdi Ka….

 14. gita c kansara says:

  લાકદુ એતો ભવોભવનો સાથેી ચ્હે. ખુબજ સરસ્. જેવુ ગેીત તેવેીજ ભાવ્વાહેી સુલયતા. વાહ વાહ અવિનાશભાઈ.

 15. જયદેવ રાવલ says:

  આ જ ગીત (આ આદિ અંતની સંતાકૂકડીમાં) પછી થી ફિલ્મ ‘રૂપાંદે માલદે’ માં લેવામાં આવ્યું… જેમાં મન્ના ડે નો સ્વર છે. એ પણ ક્યાંકથી મેળવીને સાંભળવા જેવું છે, ખૂબ જ સરસ અને ભાવવાહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *