શબ્દો જન્મ્યા પરવાળામાં – મનોજ ખંડેરિયા

કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં

ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ-તિમિરના સરવાળામાં

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું ?
આવો બા’રા અજવાળામાં

અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં

– મનોજ ખંડેરિયા

6 thoughts on “શબ્દો જન્મ્યા પરવાળામાં – મનોજ ખંડેરિયા

 1. Rekha Shukla

  જયશ્રીબેન બહુ મજા આવી ગઈ…શ્રી મનોજભાઈ ખંડેરિયા ની બીજી કવિતાઓ પણ જલ્દી રજુ કરશો તો વધુ ગમશે….”ઉત્તર રુપે આવ્યો છું હું..શબ્દો
  જન્મ્યા પરવાળામાં” શ્રી મનોજભાઈ તમે બહુ સરસ લખો છો …!!!

  Reply
 2. vineshchandra

  આ જ કવિ ને જુનાગડ્ જઈને ના મલિ સક્યા નો અફ્સૌસ , તમારા સબ્દો , ત્મારિ જ પસે બેસિ ને સમ્ભાલ યા નો મોકો ચુકૈ ગયો……ખેર . તમો તો હાજ્રર …..સબ્દ ર્રુપે ………..અનન્દ નિ પરાકાસતા…….મોજ .આવિ , ,ખોત તમારિ ………….નમન ………..

  Reply
 3. Rekha Shukla (chicago)

  શ્રી. વિવેકભાઈ તમારો આભાર, તમે પણ બહુ સરસ લખો છો..!!!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *