પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઇ

સ્વર – સ્વરાંકન : અચલ મહેતા અને રિષભ ગ્રુપ

પનઘટે છલકાતી ગાગર સાંભરે,
દી ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર
કોણ બોલ્યું’તુ કે મહિયર સાંભરે.

મા ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.

26 replies on “પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઇ”

 1. Rekha M shukla says:

  કાલ્પ્નીક દુનીયા યાદ છે……

  સ્નેહ નીતરતી આન્ખનુ મળવાનુ યાદ છે,
  ઝીલવા કરેલ હાથને થામવાનુ યાદ છે….
  પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
  વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે…
  વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
  વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે…
  ચાન્દનીના પ્રકાશમા નૈન ઉભરાયા યાદ છે,
  ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે…
  સન્તાયેલી નીન્દરને ઉજાગરા કૈ યાદ છે,
  કહેલી વાત કાનમા ને હાસ્યનો ગુન્જારવ યાદ છે….
  બળતા પગે ભર ઉનાળે દોડીન મળવાનુ યાદ છે,
  મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે…
  રન્ગોળીના રન્ગોને મન્દિરના ધન્ટારવ યાદ છે,
  બન્ધ કરેલી આન્ખે અન્દર આવી ગયાનુ યાદ છે…
  કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
  સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે…
  – રેખા શુક્લ (શિકાગો-“ગગને પુનમ નો ચાન્દ”માથી)
  જયશ્રીબેન નયન દેસાઈ ની ગઞલ ખુબ સરસ છે તેમા સાથ પુરાવુ છુ મારી એક રચનાથી…આભાર અને શુભકામનાઓ સાથે.

 2. Kamlesh says:

  દી ઊગે ને રોજ સહિયર સાંભરે.

  મઝા આવી ગઈ…..

 3. નયનભાઇને ભરવાડોના દેશનો સારો એવો
  અનુભવ છે, એમ લાગે છે !આબેહૂબ જ
  દર્શનાભિવ્યક્તિ છ આભાર, છતાયે ગેીત
  જામ્યુઁ લાગતુઁ નથી.

 4. kantilal Malde says:

  આ ગીતની સી.ડી.ક્યાં મળે તે જણાવશો.

 5. its wonderful to listen to ahir song, sasare gayeli dikari, pihar ne yaad karvano moko nathi chodati, bahanu bhale koi pann hoy!ane vali , katchi ne sorathi maandu ni to vaat jj shi karvi.
  vanchi ne saru lage to, sambhali ne to ketlu mithu lage??
  keep it up.
  Jay..shreeben!

 6. Satish Dholakia says:

  સુન્દર રચના !

 7. આજ મમ દેશ નિ વાતુ સાભ્રિરે લોલ્………………આપ્ના મલક ના લોકો નેી ….આ વાતો …………………..૨૧મિ સદિ…ભવેીસ્ય મા આ વાતો નહિજ મલે ……..ચલો ,તેમ્ને . કેદ કરિ લએઇ ……..ફરિ ફરિ કદાચ મલે કે ના મલે ………..ધન્યવાદ્……….નયન્ભૈ તથા ગયક વ્રુદને…………………….તહુકો ને ……………….

 8. desur ahir says:

  જયશ્રી બેન
  ખુબ સરસ, સાસરુ જ સર્વસ્વ માનતી ભારતીય નારી આજે પણ જીવંત છે,જેનુ માધ્યમ
  છે ટહુકો.કોમ

 9. Jayanti Chavda says:

  beautiful

 10. harshadrav says:

  કેત્લા સમય પચ્હિઇ પ્યોર કાથિયાવાદિ કઈક બોવજ સારુ વાચ્વા માલ્યુ
  આવિરિતે અમારા સૌરાસ્ત્ત્ત્ર નુ વાચિ મન ખુશ થૈ ગ્યુ.

  ખુબ ખુબ આભર

 11. Hemansu says:

  સુન્દર અને મધુર. આભાર

 12. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ગઝલ છે. સ્ત્રીના એકવચનમાં લખાઈ છે એટલે સ્ત્રી ગાયકના કંઠે હોત તો વધારે મજા આવત.

 13. Kalpana says:

  સરસ. સાસરામા પિયરને સાઁભરી રડે અને દુઃખમાઁ ડૂબકિયા ખાવા કરતાઁ આ ગીત મઝાનુ લાગ્યુ. આભાર. હૈયા હળવા રાખી જીવવાની મઝા જ આ છે. નયનભાઈને અભિનન્દન.
  કલ્પના

 14. સરસ અને સુન્દર,
  પિયરે ગયેલી નવી પરણેતર નુ મન,
  નયનભાઈ એ આબેહુબ શબ્દો માં વર્ણવેલ છે.
  ઘણા વખતે આવુ ગીત વાંચવા મળ્યુ.

 15. Mahesh Lad says:

  ખુબજ મઝા આવિ, કાને સામ્ભલિયુ અને રદયને ખુબજ આન્દદ થાયો. આભાર

 16. Chandrakant says:

  A beautiful song destroyed by the mechanical rendering and mindless composition.
  The sentiments in the song are not at all reflected in the rendering. A lady singer and an appropriate composition could have done justice to the song.

 17. kirit bhatt says:

  beautiful words, average composition. “rishabh Group” seem to have lost their midas touch and are perhaps out of stock for new tunes.

 18. Rekha M shukla says:

  કાચના મોતીડે મઢેલી મટુકી,
  ઝાકળબિન્દુ ના સ્પર્શે ભીન્જાતી પાની
  ઇન્દ્રધનુશ્ય જેવી લચકતી કમર,
  પાયલના ઝણકારે ગુન્જે હવાની લહેર
  નવરત્ન ચુન્દડીયે ઢાન્કી એણે પાપણ,
  ગાગર પર બેડલુ ને બેડલે ચડાવેલી મટુકી
  મીઠા મધુર રણકારે સાદ દે સખીને,
  ઢળેલી આન્ખે ઘાયલ કરે તે મરદોને
  ખુલ્લી આન્ખે ભાળે સ્વપ્નાને મીઠુ મલકાય,
  મળે જો સામે તો શરમથી પાણી પાણી થાય
  -રેખા શુક્લ (ગગને પુનમ નો ચાન્દ માથી)
  સૌરાશ્ટ્ર ની ઝાન્ખી થાય પછી લખ્યા વગર કઇ રીતે રેહવાય તો લખી જ નાખ્યુ…!!!

 19. Poojan Majmudar says:

  Dee uge ne roj……. ma swar Nigam Upadhyay no chhe.

 20. Mahendra joshi says:

  નયનભાઇએ મને ફોન પર આ રચના સમભળાવી હતી, આભાર ટહુકો.

 21. Lotuseye says:

  This voice is not of Achal Mehta. Kindly change it to its correct singer. This must be recorded over 15 years back…

 22. Kushal says:

  Jayshreeben thanks for sharing this wonderful song.
  The singer most likely is Nigam Upadhyay not Achal Mehta.

 23. Aa git Bharvadan nahi pab Ahirani nu lage chhe. Chhelli pankti mujab…

 24. Suresh Shah says:

  નયનભાઈ એ ભરવાડણના મોંએ નારીનો ઉરમાં ધરબી દીધેલો પ્રેમ રજૂ કર્યો છે. ગમ્યું.

  આસ્વાદ કરાવવા બદલ આભાર, જયક્ષીબેન.

  – સુરેશ શાહ, સિંગાપોર

 25. Suresh Shah says:

  નયનભાઈ એ ભરવાડણના મોંએ નારીનો ઉરમાં ધરબી દીધેલો પ્રેમ રજૂ કર્યો છે. ગમ્યું.

  આસ્વાદ કરાવવા બદલ આભાર, જયક્ષ્રીબેન.

  – સુરેશ શાહ, સિંગાપોર

 26. Suresh Shah says:

  નયનભાઈ એ ભરવાડણના મોંએ નારીનો ઉરમાં ધરબી દીધેલો પ્રેમ રજૂ કર્યો છે. ગમ્યું.

  આસ્વાદ કરાવવા બદલ આભાર,.જયશ્રી બેન.

  – સુરેશ શાહ, સિંગાપોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *