કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.
– અનિલ ચાવડા
કવિની એક સુંદર રચના હમણાં ક્યાંક વાંચવા મળી –
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
– અનિલ ચાવડા
સરસ
હજી હમણાં જ થોડા સમય પહેલા જયારે કવિ ચિનુ મોદીને વલી ગુજરાતી એવોર્ડ અપાયો ત્યારે જાહેરમાં એમને એવું કહ્યું હતું કે અનીલ ચાવડા એ આવતીકાલ નો ‘મરીઝ’ છે…
ચિનુ મોદી જેવા દિગ્ગજ કવિ આવું કહી શકે તો આ વાતમાં કઈ તથ્ય હોવું જ ઘટે…
અભિનંદન………
કેવી સુન્દર ગઝલ અને સાવ સાચ્ચી વાત અનીલભાઇએ કહી છે…અને તુષારભાઇ ભાવસાર પણ બહુ સરસ લખ્યુ છે…આમા મારો મમરો…પાછુ કૈક યાદ આવી ગયુ ને ટપકાવી દઊ…!!
ખરેલા પુષ્પમા મારે સુગન્ધ ખોળવી શે ને? પડ્યા અશ્રુબિન્દુ ઓ તો હાસ્ય શોધવુ શે ને?
અન્ગાર હાથમા લઇને કેમ છો? પુછવુ કે મે? ખાલી કેનવાસ પરના ચિત્રને જીવન્ત કરવુ કે મે?
ખર્યા તારલા ઝાઝા તો સુર્યને ગોતવો શે ને? કટાર મ્યાન મા રહી ને કાયા ધરતી પર ઢળી?
વધાવુ હુ ટહુકારા પણ ઉહકારા સેહવા શે ને? રુન્ધાતા શ્વાસ ને રોકી ને મારે આપવા કોને?
– રેખા શુક્લ (શિકાગો)
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું
સોપનાર માણસ હોય તો તે તેના કર્મ ભોગવશે.
ને ભગવાન હોય તો ભોગવવુ જ રહ્યુ.
ને કા તો અસહકારની લડત કરવી.
કેવી સુંદર ગઝલ!
કવિઓની કલમ થી થતા શબ્દોના આ ‘pemutation -combinations’થી રચાતી રચનાઓ વાંચીને મને ખુબ જ આનંદ થાય છે.
થય ગયા ટુકડા દિલ ના જેનિ બેવફાઇ થિ
ભેગા કરિ ફરિ એને ધરવા નુ કામ સોંપયુ.
નિંદર સાથે વેર થય ગયુ મને એ દિવસ થિ
તો હવે ખુલિ આંખે સ્વ્પન જોવા નુ કામ સોંપ્યુ.
તુષાર ભાવસાર
અનિલની જાણીતી અને જોરદાર ગઝલ… મત્લાનો શેર હાસિલ-એ-ગઝલ છે…
તમે આ ખરેખર ખુબ જ જોરદાર કવિતા લખી છે.જો કે આ બધુ સમજવા માટે હવે લોકો ની બુદ્ધિ રહી નથી. તેથી પ્લીઝ લોકો ને જાગ્રત કરવા ની ભલામણ તમને કરીએ છીએ.
હવે એ કઇ રીતે કરવું એ મને પણ આઇડિયા નથી…પણ કરવા તો પડશે જ ને…