જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
સ્વર : મનહર ઉધાસ
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે




November 5th, 2007 at 7:29 pm
Very Very Nice….
November 5th, 2007 at 7:44 pm
સરસ કાવ્ય !સરસ ચિત્ર !બહેના ,તમારી પસંદગી પણ સરસ !
November 5th, 2007 at 8:38 pm
મઝાનું ગીત
November 5th, 2007 at 11:22 pm
જૂની છતાંય તાજી ગઝલ-નવું છતાંય પીટાયેલું સંગીત.
November 5th, 2007 at 11:30 pm
ખુબ સરસ
November 6th, 2007 at 1:41 am
ખુબજ સરસ ગઝલ છે. આભાર.
November 6th, 2007 at 6:07 am
સુરતના ચિરાયુ કવિની સરળ શબ્દોમાં સહજ અભિવ્યક્તિ. ‘લીલાકાવ્યો’ આપણી ભાષામાં અલગ અમીટ છાપ છોડી ગયા છે… ઘણા સમયે આ ગીત સાંભળવા મળ્યું. આભાર…
November 6th, 2007 at 6:47 am
Enjoyed!Thanks and Happy Diwali and New year!.Poet has talked about Khadi clad Leela.So,this may be of that era.This gives me an idea,which is not specific to this song.If possible,poets may be requested to let us know the story of creation of his poems and the story thereafter-means recording and response etc.Thanks,once again!.-himanshu.
November 6th, 2007 at 7:59 am
આસિમ રાંદેરી સાહેબની અદભુત નઝમ છે.
November 6th, 2007 at 8:40 am
સરસ ગીત…………
November 6th, 2007 at 1:31 pm
that’s the one i wanted… thank you very very much… thank you …thank you..
November 7th, 2007 at 3:41 pm
જનાબ આસિમ સાહેબ્, લિલા “એમનુ સુન્દર સ્વપ્ન”, વાહ્! અને શ્રિ મન્હર ઉધાસ નો અવાજ બિજુ કૈ નહિ માન્ગુ પ્રભુ!
November 15th, 2007 at 12:07 pm
EXCELLENT PIECE OF WORK. THIS WERE THE THINGS WHICH I WAS MISSING. I AM GREATFUL TO U. KINDLY UPLOAD SOME MORE COLLECTIONS OF MANHAR UDHAS. SPECIALLY (JEEVAN NI SHARUAAT HATI…….)
February 18th, 2008 at 11:10 pm
i can not hear this song. please post it in a proper way. thank you
March 12th, 2008 at 12:06 pm
Unable to play the the complete song. Plays for only 30 sec. Same is the case with all other songs.
Also let me THANK for the service you render to GUJARATI Kavya / Sangeet and thus to Matrubhasha.
March 14th, 2008 at 9:18 pm
જુઓ લીલા કોલેજ જઇ રહી ચ્હે સરખિ રિતે વગતુ નથિ
March 15th, 2008 at 4:56 pm
લીલા કોલેજ વાલુ ગિત વાગતુ નથિ.
April 16th, 2008 at 8:47 am
લીલા વાગ્તુ નથિ
April 16th, 2008 at 8:50 am
બાકિ બધિ સરવેસિસ બદલ ઘનો આભાર્
July 13th, 2008 at 10:51 pm
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
આ ગિત વાગ્યુ કેમ નહિ.
July 29th, 2008 at 2:41 am
આ ગઝલ વાગતિ નથિ.
August 15th, 2008 at 4:31 am
[...] જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે મને દિલની ધડકન ખબર દઇ રહી છે પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ થઇ રહી છે જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” …… સાંભળો અને માણો [...]
September 5th, 2008 at 6:57 pm
can’t hear this song
September 6th, 2008 at 2:25 pm
સુંદર ગિત,સાંભળવા નિ મજા આવિ ગઈ.
September 30th, 2008 at 12:30 pm
very very nice
& beutiful song
vah vah asim saheb and manhar udhas ji
November 8th, 2008 at 11:22 am
મનહર ઉદાસ મારા ફેવરીટ કલાકાર છે. એમની હર એક ગઝલ મારા મનમાં નહી પણ મારા દિલમાં ઉતરી ગયેલ છે.
November 15th, 2008 at 1:23 pm
ધન્યવાદ
December 19th, 2008 at 12:57 pm
Really Very Good…..
I Like and Love It……
February 6th, 2009 at 11:51 am
[...] જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે - આસિમ રાંદ… [...]
February 7th, 2009 at 1:21 pm
[...] આ ‘આખી’ રચના લયસ્તરોના વાચકો માટે… અને ઑડિયો: ટહુકો.કોમ) [...]
February 11th, 2009 at 12:14 pm
[...] કોલેજમાં જઇ રહી છે (Courtsey: http://layastaro.com/?p=1701) (Listen: http://tahuko.com/?p=1047) (Watch: [...]
February 20th, 2009 at 7:57 pm
evergreen ghazal of asimsaheb thanks for posting
August 25th, 2009 at 5:42 pm
આસિમ રાન્દેરિ હમેશા મારા પ્રિય ગઝ્લકાર રહ્યા ચે
October 16th, 2009 at 4:59 am
[...] એક અનોખું સ્થાન ધરાવે છે. (કંકોતરી, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે ) લીલાની સાથે સાથે એમણે તાપી અને સુરત [...]
November 9th, 2009 at 8:00 pm
ખુબ જ સુન્દર
November 12th, 2009 at 11:28 pm
Thanks a million. very nice Lyrics and nice composition. It goes through and through .Manahabhai always sings so very well. I love to listen to him.
January 29th, 2010 at 2:35 pm
Very Nice song
February 7th, 2010 at 3:08 am
wah Jayshri ben Tamari Website Joi ne Mane Pan Gujrati Hova nu Gaurav Thayu chhe.
Hu Ek Web-desiner chhu mari koi Pan madad Joiti Hoy to chokash Mail karjo.
February 28th, 2010 at 4:22 pm
Very very Thanks. ghana samay bad mast gazal sambhli.
March 11th, 2010 at 5:12 pm
કોલેજના દિવસો યાદ આવી ગયા
April 3rd, 2010 at 3:28 pm
i like it……….
April 10th, 2010 at 7:13 pm
કેત્લિ મસ્ત સે આ ગઝલ ટહુકો એટલે મારુ ઘર અને એમનિ ગઝલ એઝ મરો ખોરક
August 7th, 2010 at 12:06 pm
સુન્દર્….શબ્દચિત્ર્, કવ્યાત્મક, સન્ગેીતમય , વારે વારે કાનમા ગુન્જ્યા કરે…..