ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે - જવાહર બક્ષી

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mirage.jpg

This text will be replaced

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

15 comments to ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે - જવાહર બક્ષી

  1. Reader
    November 19th, 2007 at 11:05 pm

    હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

    ખૂબ સરસ વાત. આ શેર સૌમિલ મુનશીના સ્વરમાં સાંભળ્યો હતો એ યાદ આવી ગયું.

    લોકોને તો બસ તમાશામાં જ રસ હોય છે. તમાશો બનાવવામાં અને વાત સાવ લાગણીની હોય છાતાં એને તમાશો બનાવવો એ જ લોકોનું કામ. હરણ ક્યાં પાણી પીવા ગયું, કેટલું પાણી પીધું, એ પાણી હતું કે નહીં આવું બધું જ પૂછ્યા કરે. અરે પણ જુઓ તો ખરા કે એ હાંફી રહ્યું છે, એને પહેલા છાતીએ લગાડો, એની રડતી આંખ લૂછો, નિરાંતના શ્વાસ લઈ શકે એવી મોકળાશ આપો, ઠંડુ પાણી પીવડાવો. એને અત્યારે હુંફની જરૂર છે…પણ લોકોને આ બધાની પડી નથી હોતી.

  2. Kamlesh
    November 20th, 2007 at 12:57 am

    Khoob saras sabdo, maza aavi gai

  3. અમી
    November 29th, 2007 at 4:20 am

    કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
    હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

    શ્રી - કેવી સરસ સરસ રચનાઓ ઉંચકી લાવે છે તું તો …
    અને આ ગીત આખુ જ મેળવવું હોય તો ?!!!

    અમી.

  4. કુણાલ
    November 30th, 2007 at 10:01 am

    હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
    તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

    one of gems of ashaar …

  5. Binal
    April 27th, 2008 at 6:36 pm

    બહુ જ સરસ શબ્દો ને લાગણી નો સુમેળ …. આરપાર ઉતરી જાય એવો…..
    તમે સાચે જ બહુ સરસ કામ કરો છો…થોડા દિવસો પહેલા મને અનાયાસે આ ખજાનો ટહુકા ના નામે મળ્યો…અને હવે એ ટહુકો વધારે અંગત…એક આદત જેવો લાગવા માંડ્યો છે…
    Thanks!!!
    Binal

  6. Dushyant
    September 5th, 2008 at 4:06 pm

    Extra Oridenery

  7. dipti
    February 14th, 2009 at 8:18 am

    વારમ્વાર સામ્ભળ્યા પછેી પણ ફરેી ફરેી સામ્ભળવાનુ મન થાય તેટલુ સરસ. હરણ્…..કેતલેી સાચેી વાત છે. લોકોને બેીજાનેી દુઃખમાથેી આનન્દ મેળવવો હોય છે.

  8. કુણાલ
    July 21st, 2009 at 5:48 pm

    ફરી વખત સાંભળી ને ફરી એ જ કક્ષાની મજા આવી…

    એકેએક શેર વાહ પોકરાવે એવો…

  9. Jayesh shah
    August 27th, 2009 at 6:54 pm

    Jayshree mam , WAH WAH WAh.. superb it’s my fevorite song by upadhayay…

  10. kirti padiya
    August 27th, 2009 at 8:20 pm

    વારમ્વાર સામ્ભળ્યા પછેી પણ ફરેી ફરેી સામ્ભળવાનુ મન થાય તેટલુ સરસ. હરણ્…..કેતલેી સાચેી વાત છે. લોકોને બેીજાનેી દુઃખમાથેી આનન્દ મેળવવો હોય છે.
    બહુ જ સરસ શબ્દો ને લાગણી નો સુમેળ …. આરપાર ઉતરી જાય એવો

  11. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 10:18 pm

    કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
    હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

    કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
    મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

    મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
    પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

    ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે……….

    “એમની હાજરીમાજ હુ બધુ હારી ચુક્યો…. સનમ એમના ઘર સુધી…
    રસ્તાઓ બધા મને બોલાવતા હતા… તમારી નઝ્ર્ર સુધી….

    ધડ્કનો બધી સન્તાઈ ગઈ હ્રિદય ની કોતરો સુધી…
    મઝિલો બધી ફટાઈ ગઈ છે…….અમારી કબર સુધી……”

  12. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 10:26 pm

    ઝુકી ગઈ છે પ્રિત એમની હ્રિદય સુધી…
    નજરો કરે છે ઉન્માદ પાપણ સુધી…

    હાથ એમણે દિધો છે અમારે હાથ…કહિ ને સનમ …જનમ સુધી…
    રસ્તાઓ બધા શર્માઈ ગયા…એમના ચરણ સુધી…મઝિલ સુધી….

  13. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 10:29 pm

    જવાહર બક્ષી સાહેબ મઝા આવી ગઈ…સલામ્…..

  14. dipti
    March 4th, 2010 at 8:17 pm

    આરપાર ઊતરી જાય્ તેવા શબ્દો અને લાગણીનો સમન્વય…

    કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
    મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

  15. MANSI DAVDA
    April 14th, 2010 at 6:09 pm

    SIR IT IS VERY VERY NICE ONE.
    DIL THI BAHU GAMI,SHU LAKHYU 6E?
    VAH….VAH…

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>