લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…
આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂરે રાખ્યું છે એટલું
શમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?
એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે
વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાનાં વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તા બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા
દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…
પ્રેમ.મિલન,વિરહ,યાદો,
શમણાં અંદરની વાતો…અંગત..અંગત…કંઈક..કહેવાનું મન…
ભાવનાઓ-લાગણીઓનો અનુવાદ…
-લા’કાન્ત / ૧૩-૧૦-૧૨
તમારુ મને એવું તો વળગણ જાણે સદીયો સુધીનું કોઇ સગપણ
લાડમાં ઉછરેલાં શમણાઓ બોલ્યાં:
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઇ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે…
Awesome…
અતિ સુંદર….પણ
લાડ માં ઉછરતો કેતન બોલ્યો,
આપની આ વાત નહિ ચાલે.
તમારા ગીતોના સાગર પાસે લઇ ચાલો,
ખાલી એક ઉછળતું ઝરણું નહી ચાલે…
વેર્ય સુપેર્
દરીયો ભરીને અમે રોયાને તોય કહે,
આવો વરસાદ નહી ચાલે…
સરસ, ખુબજ સુન્દર અભીવ્યક્તી…
દરિયો ભરીને અમે રોયાને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે…
ખુબ જ સુંદર શબ્દો .. વાહ …
ખાલિ આ યાદ ન્ હિ ચાલે……….ઉતમ્………
ખૂબ જ સુંદર ગીત… મુકેશભાઈનાં બધા જ ગીતો વાંચીને મ્હોંમાંથી ‘વાહ’ ના નીકળે તો જ નવાઈ!