ધરતીના સાદ – નાથાલાલ દવે

ગઈકાલે હિમાંશુભાઈનું ગીત – શહેરો થઈ ઊગ્યા મકાન વાંચ્યું ને? તો એ જ સંદર્ભમાં હમણા ટહુકો પર થોડા વખત પહેલા જ શબ્દો સાથે મુકેલું ગીત ફરી એકવાર માણીએ – સાથે સ્વરકાર શ્રી ભાઈલાલભાઈના સ્વર – સંગીત…. (આભાર – શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર)

***

સ્વર – સ્વરાંકન : ભાઈલાલભાઈ શાહ

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

– નાથાલાલ દવે

9 replies on “ધરતીના સાદ – નાથાલાલ દવે”

 1. Kumi says:

  બહ જ ગમતી કવિતા –

  ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
  યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
  જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

  આ કવિતા ભણ્યા છીએ – અને શાળામા ઘણી વાર ગાઇ પણ છે

 2. Ashvin bhatt says:

  Halo Bheru gaamde… What a beautiful song!!!

  Jayshreeben,,,, You really took me back to the atmosphere of a small village… As a matter of fact my wife and I come from a small village and thus we can very well
  relate to the ECHOES of this song, we feel we are right there…

  KHOOB KHOOB AABHAR

  Can you please tell what “raag” this song has been sung!! we could not hear it from this website.. I have sung it, on my own in 2 or 3 raagas… Desh

  Thanks…

  ashvin/bharati bhatt

 3. મારી પ્રિય રચના…

  આ રચના કોઈએ સ્વરાંકિત નથી કરી?

 4. Ravindra Sankalia. says:

  મને પણ આજ સવાલ થાય છે.આવુ સરસ ગીત સ્વરાન્કન કેમ નથી થયુ?

 5. સ્વરાંકન ?
  વાહ… મજા આવી…

 6. Rekha M shukla says:

  “યાદ કરો ભોળુડા માનવીની પ્રીત” વાહ મજા આવી ગઈ કેવી સુન્દર રચના..!!!

 7. chhaya b n says:

  ગામ્દાનુ મિથુ ગિત મિત્થ્હઆવાજ્મા

 8. alpesh says:

  pls ye rachna bahuj sundar ce.sir mare biji ek rachna jyoti ce

  “mare to postmen no thelo thavo ce”

  aa kavya mare jyoti ce jo mali jay to

 9. Maheshcandra Naik says:

  ગ્રામ્ય-જીવનની મહેક લઈને સાંભળેલી કવિતા બહુ વરસો પછી ફરી આનદ આપી ગઈ, આપનો આભાર…………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *