કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૩ : સ્વમાન (માન તમારે હાથ ન સોંપ્યું)

આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. અને ઘણીવાર અમુક વ્યક્તિઓની વર્તણૂંક પર દુઃખ થાય ત્યારે જો યાદ આવો – તો ઘણી મદદરૂપ પણ થાય છે.

સ્વર – સ્વરાંકન ઃ શ્રધ્ધા શ્રીધરાણી

માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

ઘન ગાજે વાયુ ફુંકાયે વીજળી કકડી ત્રાટકે
બાર મેઘ વરસી વરસીને પર્વત ચીરે ઝાટકે

હિમાદ્રિ અમલિન સુહાસે ઊભો આભ અઢેલતો
આત્મા મુજ તમ અપમાનોને હાસ્ય કરી અવહેલતો

રેતી કેરા રણ ઉપર ના બાંધ્યાં મહેલ સ્વમાનના
શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના

માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્રસમું અણભેદ હૃદય આ શર સૌ પાછા પામશો!

-કૃષ્ણલાલ શ્રીધરાણી

****

અને હા – એમના વિષેનો આ વિડિયો પણ જોવાનું ભૂલશો નહિં..!

વાચન યજ્ઞ – મનુભાઈ પંચોળી ” દર્શક ” ની જન્મ શતાબ્દી

પ્રિય મિત્રો
San Francisco, California, USA વિસ્તાર માં અમે પુ. મનુભાઈ પંચોળી ” દર્શક ” ની જન્મ શતાબ્દી શનિવાર 1982122_270397846468029_1790069285_nOctober 11 ના ઉજવવાના છીએ. તે કાર્યક્રમ ની સંપૂર્ણ વિગતો આપ ને Tahuko.Com પર મળશે .

આ કાર્યક્રમના એક મુખ્ય અંગ રૂપે અમે આજ થી મનુભાઈ ના જન્મશાતાબ્દીના દિવસ સુધી એટલેકે 15 October 2014 સુધી, એક મહિના માટે તેમના અને તેમને લગતા પુસ્તકો લેખો વાચવાનો યજ્ઞ શરુ કરીએ છીએ.

ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ, જેમના જીવનભરના કામ અને સાહિત્ય સર્જનદ્વારા દર એક ગુજરાતી નું સંસ્કાર સિંચન ચિરંતન કરશે તેમને જન્મશતાબ્દી પ્રસંગે અંજલિ અને સહિયારા ત્તર્પણ રૂપે આ યજ્ઞ યોજ્યો છે.

જેમ સાહિત્ય, સંગીત, શાંતી અને સમભાવ ને કોઈ સરહદ નથી તેમ આ યજ્ઞ ને પણ કોઈ સરહદ નથી. આપ જ્યાં હો,, જેટલુ અને જે ગમે તે વાંચવા માંગતા હો, તે આપ મેળે નક્કી કરી વાચી ને અમારા આ યજ્ઞ મા જોડાવવા ભાવભીનું આમંત્રણ છે.

આપ ને સહાયરૂપ થવા અમે Tahuko.com પર વાંચવા ની સામગ્રી પણ મુકીશું, જો આપને વાંચવા માટે કોઈ ખાસ પુસ્તક કે લેખ જોઈતો હોય તો અમને સંપર્ક કરશો તો અમે તે તમને પહોચાડવા બનતા પ્રયત્ન કરશું
આપ ને યોગ્ય લાગે તો આપે વાંચેલા ની વિગતો અમારા log માં પોતા મેળે ભરી શકશો .

તમારા વાંચનની વિગતો ભરવામાટે અહીં ક્લિક કરો ઃ

https://docs.google.com/spreadsheets/d/1mCKNtWGlztoAseAMplrS4XHFEGYKnwqfROLoa4VeyFg/edit?usp=sharing

અને આ રહી થોડી વાચન સામગ્રી ઃ

ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી – – મનુભાઇ પંચોળી ‘દર્શક’

“શિક્ષણનું ખરું કામ – મનુભાઇ પંચોળી- ‘દર્શક’”

દર્શક – ગુજરાતી પ્રતિભા પરિચય

વિશ્વશાંતિની ગુરુકિલ્લી /મનુભાઇ પંચોળી(દર્શક)

ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)

આ મહેતા ફરી સાચો પડ્યો તો?

મારી વાચનકથા – મનુભાઈ પંચોળી ‘દર્શક’

આપના પ્રતિભાવ, માર્ગદર્શન અને સૂચનો પણ જરૂર મોકલશો

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૨ : ભથવારીનું ગીત

ભથવારી – ખેતરમાં ભાત (‘ભાથું’)લઈ જનારી ખેડૂતસ્ત્રી.. કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું ખૂબ જ જાણીતું ગીત..!! મને યાદ છે – છઠ્ઠા કે સાતમા ધોરણમાં ચિત્રકામની પરીક્ષામાં હંમેશા ‘ભથવારી’નું ચિત્ર દોરવાનું આવતું. અને મારી એક સખી – સપના – પાસે એક એવી નોટબૂક હતી કે જેના ઉપરના પૂઠા પર એનું સરસ ચિત્ર હતું – એટલે અમે એની ‘કોપી’ કરવાની કોશિશ કરતાં. કદાચ એની નોટબૂક રાજકોટની હતી, એટલે એ શાળામાં બીજા કોઇ પાસે નહીં હોય 🙂 જો કે સપનાનું ચિત્રકામ મારા કરતા ઘણું સારું.. મને ખરેખર ઇ્ચ્છા થાય છે કે એને કહું – સપના, મારા ટહુકો પર ભથવારીનું ગીત પોસ્ટ કર્યું છે. તું મને એના માટે ભથવારીનું ચિત્ર દોરી આપીશ?

સ્વર-સ્વરાંકન – શ્રદ્ધા શ્રીધરાણી

અને હા, કવિ શ્રી વિષે થોડી વધુ માહિતી પણ અહીં નીચે વાંચો..!

KS1 KS2

 

ગોધણધણીની ભથવારી રે, હું ગોધણધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમક્યારી રે, પતિ આંબો ને હું પ્રેમક્યારી.

સેંથડે સિંદૂર: પ્રેમનાં આંજણ, આંજ્યાં આંખે મતવારી;
ઢેલડી જેવી હું થનગન નાચું, આવને મોરલા રબારી રે….. હું…

રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર ઝમકે, ભાલે શી સ્નેહની સિતારી;
ખેતર ખૂંદી કંથ થાકીને આવે, દેખે ત્યાં થાક દે વિસારી રે….. હું…

હળવે ઉતારી ભાત મહીડાં પીરસું, ફૂલડાંની પાથરું પથારી;
કંથડને કાજ ઘર રેઢું મૂકીને, આવું સીમે દોડી દોડી રે….. હું…

વા’લમને છોગલે ગૂંથું ચંબેલડી, પીંછાં ગૂંથું હું સમારી;
જોઇ જોઇને એ મુખ રળિયામણું, હૈયામાં ઉડતી ફુવારી રે….. હું…

કૃષ્ણલાલ શ્રીધરાણી પર્વ ૧ : કૂકડો

K.Shridharani

 

આજે સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૪ – કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ. હમણાં થોડા દિવસ પહેલા જ એમના કુટુંબની દીકરી – શ્રધ્ધા શ્રીધરાણી સાથે વાતો થઇ, એ પોતે એક ઉત્તમ ગાયિકા અને સ્વરકાર છે – અને વિચાર આવ્યો કે – ટહુકો પર એક અઠવાડીયા સુધી કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતા અને જીવન ઉજવીએ તો કેવું? શ્રધ્ધાએ આ વિચાર વધાવી લીધો – અને શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના લખેલા ગીતોનું રેકોર્ડિંગ – અને સાથે સાથે કવિ શ્રી વિષેની કેટલીય માહિતી મોકલી.

તો ચલો – એક અઠવાડિયા સુધી માણીએ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના ગીતો – અને જાણીએ એમના જીવન અને લેખન વિષે..!!

અને શરૂઆત કરીએ – એમના આ ખૂબ જ જાણીતા – કૂકડો ગીતથી – મારા માટે તો આ ગીત એકદમ સ્પેશિયલ છે જ –

પણ ગુજરાતી ભાષાનું એક અનોખું શકાય એવું નાટક – વડલો – માંથી આ ગીત લેવામાં આવ્યું છે – એટલે એ રીતે પણ આ ગીત ખાસ છે.

સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી

ગીતના શબ્દો અહિં ટહુકો પર પહેલા પ્રસ્તુત કર્યા હતા – એટલે એ તો તમે નીચે વાંચી જ શકશો – સાથે ‘દિપક મહેતા’ લિખીત આ લેખ પણ વાંચવા જેવો છે – જે કવિ શ્રી વિષે સરસ માહિતી આપશે.

shridharani_Page_1 shridharani_Page_2

*****

Posted on September 16, 2010

કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..! કૂકડો અને કૂકડે કૂક.. આટલા શબ્દો તો મારા માટે ઘણા જ સ્પેશિયલ છે.

*****

અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

– કૃષ્ણલાલ શ્રીધરાણી

(આભાર : ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો)

કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા….

આજે ૧૨ સપ્ટેમ્બર – પપ્પાનો જન્મદિવસ… તો સાંભળીએ એક એવું ભજન જે પપ્પાએ મને શીખવાડ્યું છે – અને પપ્પા સાથે બેસીને ઘણીવાર ગાયું પણ છે!

અને હા, બીજું એક ભજન છે જે પપ્પાને ઘણું ગમે છે, પણ એની બધી કડીઓ એમને યાદ નથી – સખી, ચાલો જશોદાને રાવ કરીએ… – તમને આવડતું હોય તો એના શબ્દો મને મોકલશો?

આલ્બમ – સુમિરન (આભાર – ramkabirbhajans.org)

કાહે ન મંગલ ગાયે, જશોદા મૈયા, કાહે ન મંગલ ગાયે;
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે … ટેક

કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, જપ તપ ધ્યાન ન આવે;
ના જાણું એ કોન પુન્યસે, તાકો ગોદ ખિલાવે … ૧

બ્રહ્માદિક ઇન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે;
શેષ સહસ્ત્ર મુખે જપે નિરંતર, સો તાકો પાર ન પાવે … ૨

સુંદર વદન કમલ દલ લોચન, ગૌધેનૂ કે સંગે આવે;
આરતી કરત જશોદા મૈયા, કબીરજી દર્શન પાવે … ૩

જન્મદિવસ મુબારક હો, પ્યારી જયશ્રી….

Jayshree by Vivek Tailor

જયશ્રી ભક્ત પટેલ અને ટહુકો ડૉટ કૉમ – આ બે નામ ગુજરાતી કવિતા-સંગીતપ્રેમીઓના હૃદયમાં ‘અમિત’પણે અંકાઈ ચૂક્યા છે. આજે ચોથી સપ્ટેમ્બરના રોજ ટહુકોની કર્ણધાર-સ્થાપક જયશ્રીની વર્ષગાંઠ છે… જયશ્રીને વર્ષગાંઠ નિમિત્તે શત શત કોટિ શુભકામનાઓ…

शतम् जीवेत् शरद: ।

*

આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એવી મખમલ મખમલ સેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરો.

– વિવેક મનહર ટેલર

*

જોગાનુજોગ આજે કવિશ્રી કૃષ્ણ દવે અને મહેશ રાવલની પણ વર્ષગાંઠ છે. બંનેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…