હથેળીઓમાં સપનાં છે ને વાતો છે,
ઉજાગરાની રાતી રાતી રાતો છે.
ક્યાં છે રહેવા ઠામ અને ક્યાં ઠેકાણું?
દાઝ્યો દાઝ્યો પ્રાણ, પવન ફૂંકાતો છે !
આંખોમાંથી ચાંદ હવે મળવાના નહિ
અંધકારનો દરિયો તે ઉભરાતો છે.
હળ્યાંમળ્યાંની હૂંફ હવે ક્યાં જડવાની?
ઠંડો ઘન અવકાશ બધે પથરાતો છે.
ચારે બાજુ રાખ અને બસ પથ્થર છે
એની સાથે એક બચેલો નાતો છે.
– ચંદ્રકાંત શેઠ
એક બચેલો નાતો બહુ સરસ દિલ નુ દ્ર્ર્દ ગાયબ થગ્ય્
કવિશ્રી ચન્દ્ર્કાન્ત શેઠનુ “અર્થ છે ખરો” કાવ્ય મૂકવા વિનન્તી,થોડુ મોટુ છે પણ સરસ છે
આ કાવ્યમા કવિની વ્યથા ભારોભાર વ્યક્ત થઈ છે.સરસ ગઝલ.
સુખ હોય કે દુઃખ પણ જિવવામા મજા છે ,
કોઈકે દિધેલા દર્દને સહેવામા મજા છે,
મારુ તો ગણિત છે બધાથિ અલગ ,
પામવા કરતા જતુ કરવામા પણ મજા છે
હંસગીત જેવી ગઝલ. એક સરસ કવિતાનો અનુભવ.