મહાભારત : એક માથાકૂટ છે – કૃષ્ણ દવે

(મહાભારત : એક માથાકૂટ છે….. Photo : Veda.com)

.

કાવ્ય પઠન : કૃષ્ણ દવે

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

22 replies on “મહાભારત : એક માથાકૂટ છે – કૃષ્ણ દવે”

  1. //
    સરસ !

    આ એક વધુ પન્ક્તિઃ

    પ્રતિજ્ઞા લીધલી એવી કે હથિયાર તો હું નહિ ઉઠાવું
    પણ અર્જુનની રક્ષાને માટે ચક્ર ધર્યાની માથાકૂટ છે – કૃષ્ણ

    જ્ય શ્રી કૃષ્ણ!
    સુરેશ વ્યાસ
    skanda987@gmail.com

  2. દવેભાઈ,આપના શ્રેષ્ઠ સર્જન વાઁચિને ખુબ જ આનઁદ થાય જ.મહાભારત-એક માથાકુટ ,ખુબજ મજા આવેી

  3. Just one step, may be wrong or right proved later on becomes a permanent eclipse on life. Wrong step may be called `a Capital mistake’. Some of the charachters did voluntarily as a sacred duty and some as uttred unvoluntarily like Draupadi. Mahabaraht teaches us what not to do in life as well as what is just to be done in given situation. Krusnabhai has his own style and has brought out `Vathya’ of some and `katha’ by some most effectively. Arjun did the `Mastya vedh’ you have done the `Marmabhedh’ Mahabahrat is alwauys a guiding force inlife. Like always I admire you for this as well.

  4. આ એક વધુ પન્કતિઃ

    ભીષ્મ દ્રોણ છે મારા પૂજ્ય પણ પક્ષ લિધો છે અધર્મીનો
    બાણ વડે તેમને પણ મારવાની માથાકૂટ છે – અર્જુન

    તમાર જેવી સરસ રચના મને આ આવડે.

  5. “જીંદગી! નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત,
    એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.”
    –મનસુખલાલ ઝવેરી

  6. જ્યા ના પહોચે રવિ ત્યા પહોચે કવિ પન જ્યા ના પહોચે કવિ ત્યા પહોચે અનુભવિ. જય સિયારામ

  7. તમે કવિતા તો બહુ સારિ લખિ છે ધન્ય વાદ……

    મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
    ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

    પણ આ મથા કુટ કરવા તમે શુ લેવા મથા કુટ કરો છો. આ વાત ને ૫૫૦૦ વરસ વિતિ ગયા છે, ઍટ્લે મારા કવિ ભાઈ તમે તમારા કામ ધન્ધે લાગો.. વેદવ્યાસ વિશે ટિપ્પણિ તમ ને શોભતિ નથિ. બાકિ તો વેદવ્યાસ કિધેલુ છે કે, સનાતન ધર્મ ને બ્રહ્મિન જ ઉઘાડો પાડ્શે પોતાના મતલબ માટે.. ૯૦૯૯૫૮૦૪૦૬ કાઈ વધારે જાનવુ હોય તો મારો નમ્બર છે મહાભારત વિશે.કવિ થવા નો બહુ શોખ હોય તો ઘણા બધા વિશયો છે. જય ભોલાનાથ…

    જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે, બરાબર ને ભાઈ?

    સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું, મુરખ છે.

    બાકિ તો બોસ ૧૮ પુરાન લખ્યા વેદ વ્યાસે તમે ૮ પુરાન તો કન્થસ્ત તો કરો.

    ટિપ્પનિ કરવિ બહુ સેહલિ છે જેમ મે તમારિ કવિતા મા કરિ….

    બોલ્યુ ચાલ્યુ માફ કરજો. ભાઈ સમજિ જાતો કરજો.

  8. જય શ્રિ ક્રિશ્શ્ન, મહાભારત સાથે માથાકુત શબ્દ અયોગ્ય લાગે ચ્હે. ગુજરાતિ તાઈપ અદત નથિ. ક્શ્મા કર્ર્શો. કોશિશ કરિશ અને શિખિ જઈશ. મહાભારત વાચવાથિ જિવન મા પ્રકાશ થાય અને સુખ મલે. જાત અનુભવ બોલે ચ્હે. પુરુશોત્તમ્.

  9. કવિશ્રી કૃષ્ણ દવે મહાભારતની માથાકુટને તેમની આગવી શૈલીમા સારી રીતે સુલઝાવી જાય છે.
    અભિનંદન.

  10. અદભૂત!!! મહાભારતને આ રીતે સમજવાનૉ અંદાજ નીરાળૉ છે. મને ખૂબ ગમ્યું.કૃષ્ણ દવેને અભિનંદન!

  11. ખુબ સુન્દર્…
    દરેક પાત્રન વ્યથા સ્પષ્ટ થાય છે.
    વાહ્. સન્ક્ષિપ્ત મહાભારત્…

  12. વાહ ખુબ જ સરસ. મહાભારતના દરેક પાત્રોની જીવન કથનીને શબ્દોમા સાર્થકતાથી વણી લેવામા આવી ચે.

  13. ક્રુષ્ણભાઈ નેી આ ગઝલ ઘણેી ગમેી. દરેક પાત્રનેી વિશેષતા ખુબ સુન્દર રેીતે રજુ કરેી છે.

  14. ખુબજ સરસ.
    એક્દમ અલગ રીતે વાસ્તવીક..
    બહુ સરસ શબ્દો માં બધા પાત્રોની મથામણ રજુ કરી છે.
    અભીનન્દન કવિશ્રી ને.

  15. સરસ રજુઆત, કાવ્યમય શબ્દોમા મહાભારતના પાત્રો પાસે એમની વ્યથા-કથાને અક્ષરાંકન અને કવિશ્રી દ્વારા સુંદર રજુઆત, ખુબ ગમ્યુ, આપનો આભાર્ કવિશ્રીને અભિનદન………………….

  16. વાહ મહાભારત અતિ સુદર રિતે તમે તેને શબ્દ મા ક્ષાર કરેલ

  17. દરેક મનવી પાસે સદગુણ નુ જ્ઞાન હોયછે પણ માનવી વિધિ ના હાથનુ એક એવુ પ્યાદુ છે કેતે

    પોતાના જ્ઞાનનો ઉપયોગ લાચાર અને નિઃસહાય થઈનએ જોયાકરવા સિવાય કરી શકતો નથી. આ કાવ્યના

    દરેક પાત્ર માટેજ નહી સ્રુર્ષ્ટિના દરેક માનવીને કોઇને કોઇ લાચારી જરુર હોયજછે પણ કવિએ અહીયા કાઈ

    જુદાજ શબ્દોમા વ્યક્ત કરીને વધારે સરસ રીતે અર્થને સ્પ્ષ્ટ કર્યોછે તેથી દરેક પાત્રનીવ્યથા સુસ્પષ્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *