ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોશી
સુંદર રચના .. મજા આવી ગઈ ,…
ખુબ સરસ્ મને ગાવાનિ ને વાન્ચવાનિ મજા પદિ,
પ્રિયતમાના ઝુરાપો અને વિરહ વેદના વ્યક્ત કરવામાં થતી અભિવ્યક્તિઓ શ્રી વિનોદ જોષીની કલમમાંથી આબાદ ટપકે છે.
ડૉ. વિવેક્ની ટિપ્પણી સાથે સો ટકા સહમત છું.
જબરી રચના.
સાદ્યંટ સુંદર રચના…
સિમેન્ટના જંગલ અને આસ્ફાલ્ટની સડકો નીચે કચડાઈને તૂતી ગયેલા ગામડાંઓ વિનોદ જોશીની કવિતામાં હજી જીવી રહ્યાં છે…
Dr. Vinod Joshi…
Always Evergreen…
Like the song very much…