હજુ ગઇકાલે જ કવિ શ્રી ચિનુ મોદી પાસેથી આ કવિતા સાંભળી. અમારા ‘ડગલો‘ ના બેનર તળે અમે ચિનુભાઇ જેવા Legendary કવિને બોલાવી શક્યા અને એક મઝાની સાંજ એમની સાથે માણવા મળી એ અમારું સદભાગ્ય. તો વધુ પૂર્વભૂમિકા વગર ફરીથી મમળાવીએ – એમનું આ મઝાનું ગીત..!
કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે ?
કેમ છો ? સારું છે ?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;
કરમાતાં ફૂલ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે ?
કેમ છો ? સારું છે ?
– ચિનુ મોદી
આ ગીત વર્ષો પહેલાં નવનીત/સમર્પણમાં વાંચ્યું ત્યારે પહેલા વાંચને જ જાણે આખું ગીત યાદ રહી ગયું હતું! ત્યારબાદ તો તેમની પાસે પણ સાંભળવા મળ્યું. મને ગમતાં ગીતોમાં આ ગીત પહેલી હરોળમાં બેસે છે. આમેય મને ચિનુભાઈના સર્જનમાં આવતું લાઘવ, સાથેનું ઊંડાણ અને રચના રીતિમાંનું નાવીન્ય ખૂબ ગમે છે.
વાહ! ખુબ જ સરસ કાવ્ય ……
કેમ છો? શબ્દનિ તમામ મિઠાશને વણી લીધી…..
આ વર્ષે ધોરણ ૧૦મા(૨૦૧૦-૨૦૧૧) મને ભણવામા શ્રીમાન ચિનુ મોદીનુ ગઝલકાવ્ય “તપાસીએ” આવતુ હતુ ત્યારથી મને એમની કાવ્યરચના ખુબ ખુબ ખુબ ગમે છે.
વાહ ! સુંદર રચના…
સોસરવુ ઉતરી જાય એવુ ગીત્.
SIMPLY MIND BLOWING!
ગુજરાતી સાહિત્યસર્જન ક્ષેત્રે કેટલીક સદ્ધર શખ્સિયત માંહેનાં એક, કવિશ્રી ચિનુ મોદીની સર્જન યાત્રા અને સર્જનરાશીમાંથી થોડી બુંદ ઝીલવાનો અવસર ગઈકાલે અહીં સનીવેલમાં માણ્યો….
પ્રસ્તુત રચના કવિના પઠનમાં રૂબરૂ સાંભળવા મળી,સુંદર કવિતાનો અંતિમ બંધ તો લા-જવાબ થયો છે.
સુંદર આયોજન બદલ “ડગલો”ને અભિનંદન અને એ સુંદર કાર્યક્રમની જાણ કરી, સહભાગી થવાનો અવસર આપ્યો,એ બદલ “ટહુકો.કૉમ” અને જયશ્રીબેનનો આભાર.
મનન કરવા જેવુ કાવ્ય. કવિ શ્રી ચિનુભાઈને સાંભળવાનો લાહવો જ અનેરો છે.
સરસ રચના, શ્રી ચીનુ મોદીને અભિનદન અને આપનો આભાર……
Finally Chinubhai composed a song based on my email address! Haha ..