કવિતા – સુરેશ દલાલ

feather.jpg

મેં એક ફૂલને
ધારીધારીને જોયું
ને આંખમાં
ઝાકળ બાઝી ગયાં.

મેં એક ઊડતા પંખીને
એકીટશે જોયું
ને આંખમાં
વાદળ વાગી ગયાં.

અચાનક વીજળી પડી.

મારા હાથમાં
થોડીક પાંદડી, એકાદ પીંછું –
અને એનાથી રચાતી
આ कविता.

4 replies on “કવિતા – સુરેશ દલાલ”

  1. કવિતાની વ્યાખ્યા સરસ કરી આપી છે.કવિતા એટલે શુ તે થોડી પન્ક્તિઓમાજ હખબર પડી જાય.

  2. મને સુરેશ દલાલ નિ કવિતા ઓ ગમે છે. તો મને તે મોક્લ્જો

  3. એક ઊડતા પંખીને
    એકીટશે જોયું
    ને આંખમાં
    વાદળ વાગી ગયાં.

    કેટલી સરળ અને સુંદર કાવ્ય રચના. બહુ જ સરસ.

    કેતન શાહ

  4. મારા હાથમાં
    થોડીક પાંદડી, એકાદ પીંછું –
    અને એનાથી રચાતી
    આ कविता.
    very nice poem.

Leave a Reply to Ravindra Sankalia. Cancel reply

Your email address will not be published. Required fields are marked *