ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં – નીનુ મઝુમદાર

cage.jpg

(તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!…. )

—–

પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં
ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં

નિહાળી હું શકું અહીંથી હજીયે આશિયાનાને
તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં!

અમારી જિન્દગીમાં એ બહારા’વી નહીં પાછી
ગુલો હર સાલ બસ! કરતાં રહ્યાં ફરીયાદ ગુલશનમાં

ઘડીભર વીજળી! થોડી વધુ દે રોશની મુજને
હતી કઈ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં

સવારે છે ચમન ભીનો, કે ભીની છે નજર મારી?
પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં

બહારોમા મળ્યો ના કોઈને પુરો સમય રોવા
દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં

‘નિરંજન’ની વફાદારી વિષે, બસ! એટલું કહેજો
હતો આબાદ ગુલશનમાં, હતો બરબાદ ગુલશનમાં

3 replies on “ઠહર આંસું! બહારા’વી છે મુદ્ત બાદ ગુલશનમાં – નીનુ મઝુમદાર”

  1. This has been most fascinating site, I have ever witnessed on net.. thanks to my cousin who introduced this site to me. Its difficult to express my feelings in Gujarati..so I use English…Congrats to all who are involved with this site…

  2. બહારોમા મળ્યો ના કોઈને પુરો સમય રોવા
    દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં
    વાહ્
    યાદ આવી
    उस शिकारी से ये पूछो पर क़तरना भी है क्या
    पर कटे पंछी से पूछो उड़ना ऊँचा भी है क्या?
    हम चमन में ही बसे थे वो महक पाने को
    ख़ार नश्तर की तरह दिल में चुभे है अब

  3. નીનુ મજુમદારનો નવો જ અંદાજ….

    સવારે છે ચમન ભીનો, કે ભીની છે નજર મારી?
    પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં

    દરેક શેર ખૂબ જ સરસ…. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *