સમરું સાંજ સવેરા… – રવિરામ

સ્વર : મન્ના ડે

ganesh.jpg

.

સમરું સાંજ સવેરા
એવા ગુણના પતિ સૂંઢાળા, રે સૂંઢાળા જી

માતા રે કહીએ જેની પારવતી, હે સ્વામી
પિતા રે શંકર દેવા

એવા ગુણના પતિ…

હીરે સિંદોરની તમને સેવા ચડે હે સ્વામી
હે ગળે ફૂલડાની માળા

એવા ગુણના પતિ…

મયુર મુગટ શિરે છત્ર બીરાજે હે સ્વામી
કાનમે કુંડળ વાળા

એવા ગુણના પતિ…

અઠાર વર્ણના તમે વિઘન હરો છો હે સ્વામી
ઘર્મની બાંધેલ ધર્મશાળા

એવા ગુણના પતિ…
કહે રવિરામ સંતો આણના પ્રતાપે હે સ્વામી
ખોલેલ બ્રહ્મના રે તાળા

એવા ગુણના પતિ…

—————-

આજે ગણેશચતુર્થિને દિવસે ગણેશ સ્તુતિ સિવાય બીજું તો શું હોવાનું ટહુકો પર, બરાબર ને ?? !! ( હં…. મારી સાથે રહીને તમે પણ ઉસ્તાદ થઇ ગયા છો… 🙂 )
અને હા… ટહુકો પર આ પહેલા ગવાયેલ ગણપતિદાદાના ગુણગાન ફરીથી સાંભળવા હોય તો આ રહી એની લિંક..

ओंकार स्वरुपा, सद्‍गुरु समर्था

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

ગણેશચતુર્થી ની શુભકામનાઓ…..

8 replies on “સમરું સાંજ સવેરા… – રવિરામ”

  1. I could not get the bhajan sung by shri Manna dey , written by Shri raviram . I do not know if there is a problem in my computer or on tahuko website . can you check please

    regards

    dipak ashar

  2. ૨૩ નવેમ્બર, ૨૦૦૯.
    શ્રેીમન્નાદેનેી ગનેશ સ્તુતિ આનન્દ વિભોર કરેી ગૈ. વારન્વાર સાન્ભરવાનુ મન થાય.શ્રેી મન્નાદેજેીને પ્રનામ.

  3. મ્હેર્બાનિ કરિ ને મને એક ગેીત શોધિ આપ્શો?

    આજ ક્રિશ્ન પધાર્ય રાસ રજનિ રમવા…
    કોઇ વૈશ્નવ પાસે થિ મલિ જાય્

  4. ઘણી સુન્દેર રચના અને સ્વર મન્નાડેન !!!!!!!!
    અભિનન્દન્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *