એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?

11 replies on “એક ઉઝરડે – અમર પાલનપુરી”

  1. ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે. ખરેખર અન્ગત વ્યક્તિનો એક ઉઝરડો પણ વસમો લાગે હો……

  2. ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
    જાન ગયો છે એક ઉઝરડે.

    રામ બાણ વાગ્યા હોય તે જાણે.

  3. મારા હૈયા ને વાચા આપવા જાણે લખ્યુ..

  4. ‘MARA HAIYA NI VEDNA NE TAME SHABDO MA DHAALI,
    MUKI TAMARA SHABDO TAHUKE, AANKHO MARI AAJ PALAALI…

    ‘UNDA GHA TO KAIK SAHYA PAN
    JAAN GAYO CHHE EK UZARDE…
    KETLAAAYE HAIYA NI LAGNIO NE VACHA APVA MATE J TO KAVIO NU SARJAN THAYU HASHE NE !
    like to read n feel more…

  5. મૌન સાથે જાત ને ઘોળ્યા કરો.બન્ધ આખે બારણા જોયા કરો.
    મૌન ના સમ મૌન હૈયે હુ નથી.ખાતરી કરવા ગઝલ વાચ્યા કરો.
    આથ્મ્યો છે સુર્ય ઉગશે પણ ખરો.ઉબરા બસ આશથી ધોયા કરો…અસલ પાલનપુરી..૯૯૦૪૩૪૦૧૮૮

  6. રાખ્યું નામ અમર એથી શું?
    કોને છોડ્યો મોતના ભરડે?

    ખુબ જ સરસ.. યક્ષના પ્રશ્નનો ઉત્તર એક તો યુધિષ્ઠિરે આપેલો … અને અમર સાહેબે પણ આપી દીધો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *