આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.
(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)
સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય
.
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.
કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર – લયસ્તરો )
Excellent gazal written by an excellent poet sung beautifully by mr. nigam upadhyay and cmposed by mr. bharat patel. thanks a lot to all who have done great service to gujarati literature by remembering this great poet on his death anniversary.
Really a heart touch Gajal 6, sambhlta sambhlta ankho thi Aanshu sari padiya, Jane mara dil ne mara rudan ni vachha mali gai.
Tevo jova to aviya nanami mari phool chadavi jata rahiya,
Chita par padiya bandh ankho e pan temni 6abi na hati,
balta balta pan ame anshru vahavta rahiya.
હદય સપસી ગઝલ
ગનીચાચાને શ્રધ્ધાંજલી
સૂરતમા વ્યવસ્થિત ઊજવાઈ …
મઝા આવી
રાજકોટમા વૈદ્યરાજ ભરતના સંગીતમા તેમના સ્વરમા આ ગઝલ માણવાની વધુ મઝા આવી હતી
ત્યારે કેલીફોર્નિયાથી જયશ્રીના ફોનની પણ વાત થઈ!
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
હાર-જીતનો દસ્તુર છે, પ્રણયમાં અજબ,
તું હારશે, તો એ હશે, તુજ જીતનો પડઘો
ખૂબ સુંદર ગઝલ અને એટલી જ સરસ સંગીતમય રજૂઆત!
ગનીચાચાને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી!
સુધીર પટેલ.
Jayshreeben and team mates:
You are doing a very good and commendable yeoman service to all
Gujaratis residing anywhere in India or outside because Ganisahib’s poem is unique as no other poet or lyricist has ever described the queer behaviour of HEART.This queerness is
heightened especially in the medical field.That apart,heart is the essence of every living being and it is this essence that
ganisahib has vividly captured in its many and myriad spendors.Salams to Ganisahib who has attained immortality
through his endearing emotional poems like this one and may his tribe live and live longer for,that is unique and marvelous.
Vallabhdas Raichura from Maryland
March 05,2010
There is no question regarding the pains you are taking for compiling Gujarati Poetry, but please have MERCY,as far as the music is concerned.Please put”REAL” singers,who have SANGIT in their veins, not some SUGAM SANGIT people, whom we call in our Saurashtrian language as “CHHASH BAKALAA”. No hard feelings for any particular person,but,even Mehdi Hasan or Ghulam Ali, consider themselves incomplete at this age, as far as Ghazals are concerned. Secondly, it would have been the highest salute to “KAAGADA”,if it had been ” Kaalaja kero katako, maari Aankh thi chhuti gyo”.
REGARDS
NITIN RAVAL
બહુ જ સરસ લાંબી બહેરની ગઝલ.
ગનીચાચાની આ લાગણીવશ ગઝલ માણીને હ્રદય પણ લાગણીવશ બની ગયુ….
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આવી સરસ કામગીરી માટે સમગ્ર ટિમ ને અભિનન્દન.
ગુણવન્ન્ત જાની……
લાંબી રદીફની આ ગઝલમાં લાગણીવશ હૃદયના પુનરાવર્તનના કારણે ગઝલમાં ગીત જેવો લય જન્મે છે… પરિણામે ગણગણવાની મજા આવે છે…
ગાયકી અને સ્વરાંકન પણ સુંદર…
સુંદર ગઝલ.
ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી
ખરેખર આ ગઝ્લ સાંભળિ ને હ્રદય ગદ-ગદ થઈ ગયુ .જયશ્રિબેન તમારો આભાર ,તમારા જેવા કલાપ્રેમિ ને લિધે આજે આ કવિઓ આપડા વચ્ચ અમર છે. અને અમને આવો લાભ મળે છે .
લાગનિ વસ રહે…અમોને અસ્જે સ્વ્.ગનિ સાહેબ્નો પરિચય શ્રિ વિવેક ભાયિ યે કરાવ્યો..સ્વરાન્કન લાગનિ સભર્…..સુ સન્ગત સન્ગિત્મય હોયજ્..ાભાર્…રન્જિત વેદ્.
મે આ રીતે પહેલીવાર કવિ ની પૂણ્યતિથિએ ગઝલ માણી….મને ખુબ જ્ આનંદ થયો………જયશ્રીબેન, તમારો આભાર્…. ચિરાગ લખતરીયા (ગોડ્લ્)
પ્રિય અમિત તથા જયશ્રી,
ગઝલ સાંભળવાની મઝા પડી.એમની જન્મ તારીખ કઈંક જાણીતી લાગી.
ચંદ્રિકા
I had not heard this one before. Thanks for posting. One of my favorite favorite poets … I agree with Vivek’s note on Ganibhai.
એક એક શેર ગમી જાય છે અને કશે પછી અડી જાય છે …
એક સરળ સહજ ગહન લહર એટલે ‘ગની’ ..
આજે આદરણીય ગનીચાચાની પૂણ્યતિથિએ એમની એક સરસ ગઝલ માણીને આનંદ થયો. એમને યાદ કરીને હ્રદય ખરેખર લાગણીવશ બની ગયું. જયશ્રીબેન, તમારો આભાર. …….નટુ સોલંકી (અમદાવાદ)