અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે

સંગીત : અજીત શેઠ

Photo by dumbskull

.

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

16 replies on “અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે”

  1. હુ ઘણા સમય થી આ ગીત શોધતો હતો. જે આજે સાંભળી ઘણો આનંદ થયૉ .
    આપનો ખુબ ખુબ આભાર.

  2. ટાગોરની પ્રાર્થના છે અગ્નિનો પારસમણિ સ્પર્શ પ્રાણે કરાવી આ જીવનને પવિત્ર કરો.આ જગતરુપી મઁદિરમાઁ દેહરુપી દીવો પ્રગટાવો અને ગીતો એની આલોકિત શિખાઓથી ઝળહળી ઊઠે— આવા અનેક પૂજાગીતો આતંમને ઊઁચે આકાશે લઈ જાય છે.

  3. ટાગોર પછી મકરઁદ દવે અને રાજેન્દ્ર શુક્લ,સુન્દરમ,સાધના અને ભક્તિના મર્મને સુપેરે શબ્દોમા ઉતારે છે.અનુભૂતિ વગરની અભિવ્યક્તિ બીજા સુધી પહોચતી નથી.વાર્ઁવાર સાઁભળુ છુ. હજી યે ના જાગે મારો આતમરામ………….

  4. ભગવા રન્ગની સુન્દર રચના. એક શબ્દ આવે રમતો, સાધો સહજ સમાધિ ભલી..સમ્ભળાવશો.રોહિત મહેતાની સાથે શ્રીમતી બેન ગાતા.

  5. This is my favourite song.This has also been sung by Mukund Vyas,Class A artist of Ahmedabadaon AIR.I would be grateful if you could post that. The lyrics is wonderful.

  6. ઘણો જ આભાર. ૨૦-૨૫ વરસથી આ ભજન શોધતો હતો. આનાથી પણ જૂનુ ગાન – સાદા ભજનના ધાળમા ગવાયેલું – આકાશવાણી પર સાંભળેલું – તેની શોધમાં

    • હું પણ આકાશવાણી પરથી પ્રસારિત થતું જેનો ઢાકા આનાથી પણ વધારે સરસ હતો. જો કે વરસોની શોધ આજે પૂરી થઈ તેનો આનંદ છે.

  7. સોમે ઓફ થે લિન્ક્સ અરે નોવ વોર્કિન્ગ્ પ્લેઅસે દો સોમેથિન્ગ્

  8. મકરંદ દવેના સ્તરને ધ્યાનમાં રાખો તોય આ રચના તો અદભૂત બની છે. આ માત્ર શબ્દો નથી… આ તો વર્ષોની સાધનાથી ઘૂંટેલું નકરું અમૃત છે !

  9. પ્રેમ અને સમર્પણની તીવ્રતમ ઉત્કટતાને આલેખતા ગીતોમાં આ ગીતને અવ્વલ દરજ્જો આપી શકાય. ભલે આ ગીત મૂળભૂત રીતે પ્રભુભક્તિનું હોય, એમાંથી જે પ્રેમભાવના અને તદાકાર થવાની સાયુજ્યઝંખના શબ્દે-શબ્દે ટપકે છે એ કોઈ પણ પ્રણયકાવ્યથી મુઠ્ઠીઊંચેરી છે.

    ઈશ્વર વિનાની જિંદગીને જે ત્રણ પ્રતીકો વડે આલેખી છે એ ત્રણેય પ્રતીકોના વિશેષણ ખૂબ સમજી વિચારીને પ્રયોજાયા છે. રૂનું પૂમડું પણ સૂકું, જાળિયું પણ સૂના ઘરનું અને ઈંધણું પણ ઊધઈખાધું… અને ઈશ્વર માટે વપરાયેલા ત્રણ પ્રતીકો અને વિશેષણો પણ એવા જ અર્થસભર છે: અત્તર પણ રંગીલું અને રસદાર, તેજ પણ તાતું અને અંગાર પણ ઘગધગ ધૂણીના…

    …બસ, બાકીનું તો પછી આત્મસાત્ જ કરવાનું છે…

    -વિવેક
    MySpace Layouts

  10. મારું ખૂબ જ માનીતું ગીત.
    આભાર બહેના !આ સાથે સ્વ.
    રાવજી પટેલ યાદ આવે જ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *