સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પરદાનાં પ્રયોજન સાવ જુદાં છે.
ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.
હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.
દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તામાં પ્રયોજન સાવ જુદાં છે.
વાહ્…………………
મત્લા એટલે ગઝલની શરુઆત અને મક્તા એટલે ગઝલનો અંત.
MATLAA N MAKTAA ?
બહુ જ સરસ રચના .
પહેલી જ વાર વાંચી.
દંભના પરદા પર બહુ જ તીવ્ર કટાક્ષ છે.
તેમના જીવન વીશે વાંચો –
http://sureshbjani.wordpress.com/2006/08/11/nitin_vadgama/
અમારુ તો એક જ પ્રયોજન… ટહૂકો ની મુલાકાત રોજ લેવી
સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે…………
વાહ! સુંદર ગઝલ!
ખરેખર….
અહીં હરકોઇ જીવે છે એજ હવા લઈને,
છતાં પ્રત્યેક જીવનનાં પ્રયોજન સાવ જૂદાં છે.
આભાર