ઉનાળો – જયંત પાઠક

mangos

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.
રે આવ્યો….

એના શ્વાસે શ્વાસે સળગે
ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા
પ્રલય તણા પડછાયા.

ભરતો ભૈરવ ફાળો.
રે આવ્યો….

એના સૂકા હોઠ પલકમાં
સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે
સળગે સ્મશાન ચિતા.

સળગે વનતરુડાળો
રે આવ્યો….

કોપ વરસતો કાળો
રે આવ્યો કાળ ઉનાળો.

—————————————–

આ સાથે નાનપણમાં લખેલા ઉનાળાની ઋતુ પરના નિબંધો ( પરીક્ષા માટે જ તો વળી.. !! ) યાદ આવી ગયા. અને સાથે યાદ આવી નીચે આપી છે એમાંની પ્રથમ બે પંક્તિઓ… જેનાથી કાયમ ઉનાળાના નિબંધની શરૂઆત થતી….

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

( આભાર : સિધ્ધાર્થ શાહ )

8 replies on “ઉનાળો – જયંત પાઠક”

  1. જોઇ એક ઝલક અને નસીબ સમજી બેઠl
    આંખો ની એક ચમક ને પ્રેમ સમજી બેઠl
    યાદ માં એમની કર્યા છે આ રસ્તા ભિના
    ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠl,,,,,,,,,,

  2. નવિ કવિત મોકલ્વઅ શુ કરવુ તે જનાવ્શો
    અઅભઅર્
    જ્ય્ત્

  3. આભાર વિવેકભાઇ….
    તમારી ટિપ્પણીઓની મજા તો કંઇ ઓર જ હોય છે.

  4. મજાનું કાવ્ય…. ગુજરાતી કવિતાના ભૂલાતા જતા વારસાને નેટ જે રીતે પુનર્જીવિત કરે છે એ જોઈને વરસાદ ગર્ભમાં ભરીને ગોરંભે ચડેલ વાદળ નીરખી ચાતક જે રીતે આનંદિત થાય એજ ઉત્તેજનાથી રોમાવલિ ઉત્થાન પામે છે.

    ગઝલ આજે ગુજરાતી કવિતાનો પર્યાય બની બેઠી છે ત્યારે આવા નખશીખ સૌંદર્યકાવ્ય લાખ શોધ્યા ય જડતા નથી… આ કવિતા જરા હળવેથી વાંચીએ અને ફરી-ફરીને વાંચીએ તો ખબર પડે કે કવિએ દરેક શબ્દ કેટલો સ-હેતુક પ્રયોજ્યો છે અને કેટલો યથાર્થ છે !

    આભાર, જયશ્રી!

  5. આ ગીત જોઇને બીજુ એક ગીત યાદ આવી ગયું.
    “રે યાદ તારી કાળજા ને કોરી સતાવે
    રે ઉનાળા ના ઘેઘૂર આભમાં વાયરા આવે…થોક થોક વાદળાં લાવે…”

    આ ગીત ના રચનાકાર નું નામ ભુલી ગઇ છું…

  6. નાનપણમાં કઈ ઋતુ તમને વધુ ગમે એની ચર્ચા શાળામાં થતી ત્યારે ઉનાળાને જ પ્રાધાન્ય મળતું અને કેરી સહુથી વધુ માર્ક લઈ જતી એ બરોબર યાદ છે

  7. અને ઉનાળાની યાદો સાથે સાથે, કાચ્ચી કેરીઓ તોડી પાડી, ખાવાની મઝા લીધેલી કેમ ભૂલાય? A fitting picture!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *