કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં – અવિનાશ વ્યાસ

સ્વર : મિતાલી મુખર્જી
સંગીત : અવિનાશ વ્યાસ

Photo by AnoopAA

.

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
સુના સરવર ને સૂનુ આમ્બલિયું
એના પાંદડે પાંદડા રડી રે રહ્યાં

આયખું વેઠીને પાન પીળું રે થયું
માડીની આંખોમાં આન્સુ ના રહ્યું
વનનુ પિયરીયું સૂનુ રે પડ્યું
એના ટહુકા હવે ના જડી રે રહ્યાં

સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની આંખલડી કહેતી રે કહાણી
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જો ને વિજોગ ના વાદળા ચડી રે રહ્યાં

વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડુ હાંકજોરે ભાઈ
એને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં

29 replies on “કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં – અવિનાશ વ્યાસ”

  1. વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
    ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે
    હળવેથી વેલડુ હાંકજોરે ભાઈ
    એને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં …… દિકરિ માતે બાપ નિ લાગનિ નિ પરાકાશ્થા

  2. ખુબ જ સુન્દે….ર શબ્દો ,સ્વર અને અદ્ભુત સ્વરાન્કન્ !ગેીત રદાવેી ગયુ. આવા જ ભાવવાલુ ગેીત ” લાલ લાલ ચુન્દદિ રન્ગાવ મારેી માવદેી.સોનાનુ કઆન્કન ઘદાવ રે”મુકશો તો મજા પદેી જાય. આવા ગેીતો સામભલિને રદવુ રોકેી શકાતુ નથેી.

  3. મા નિ લાગ્નિ થિ તર્બોલ અને હૈયુ ભારે થૈ જાય અને આન્ખો મા આન્સુ આવિ જાય તેવુ ભાવ્વાહિ ગિત હુ પન બે દિકરિ નિ મા ચુ

  4. આન્ખ નહી દૃદય રડી પડે એવુ ગીત ..સાચે જ દૃદય રડી પડ્યુ..

  5. વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
    ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે……આખ મા થિ આન્સુ આવિ ગયા.

  6. very nice song. I’ve daughter of 6yrs. it makes me cry whenever I hear this song. I really dont know what I would do when she will get married & leave us.

  7. Very very nice song.The tune of the song is very nice and calm.Really its a very nice song.I listened it first time and i really liked it.Thanks for keeping this song on tahuko.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *