સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.
વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.
પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ
જ્યાં ભાગવાને માટે કોઇ વહાણ પણ નથી
માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.
સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.
અર્થ સભર ગઝલ
આભાર જયશ્રી
Varsha Paras Gada – Shah
Vile Parle – Mumbai
એમ લાગે કે સાથે જ ……..
પણ સાચે કશુ ના.
Aaa song bahu gamyu… I recently lost my papa 10 days ago… I can’t even explain how touchi it is!!!
thanks
sonal
લાઘવ એ મુકુલની કવિતાનો સ્વભાવ છે એમ કોઈ કહે તો મારે વિરોધ નોંધાવવો પડે.. વિહંગભાઈ!
ત્રીસ ચોપદીથી બનેલી ‘એ વર્ષો’ નઝમ હોય કે પછી પચ્ચીસ-પચ્ચીસ પાના જેટલી લાંબી પ્રદીર્ઘ ‘સજનવા’ ગઝલ હોય કે મુકુલના જુલિયેટવાળા અછાંદસ હોય કે પછી એકદમ તાજી ‘તમાર સમ’ કવ્વાલી હોય-મુકુલ ચોક્સી લંબાણમાં પણ એટલા જ સરસ ઊઘડે છે અને કદાચ ઘણા વધારે ઊઘડે છે. અને મુકુલના ભાથામાં આવા લાં…બા ધનુષ-બાણ તો બીજા ઘણા છે…
સ-રસ ગઝલ છે. મુકુલભાઈ ગઝલ પરત્વે અત્યંત ગંભીર છે. તેમની ગઝલમાં કાવ્ય તત્વ સિદ્ધ થાય છે. લાઘવ તેમની કવિતાનો સ્વભાવ છે.
aapvaad chhey…………
અર્થ સભર ગઝલ
આભાર જયશ્રી