પ્રેમના ટહુકાઓ – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,

તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(મુકતક સમજીને લખેલી પહેલી બે પંક્તિઓ પરથી બાકીની પંક્તિઓ શોધી આપવામાટે આભાર, ઊર્મિ.)

11 replies on “પ્રેમના ટહુકાઓ – દિલીપ પરીખ”

  1. Something new… Enjoy!!!!

    તારી ઓફબીટ આંખ્યુએ ડિજીટલ સપનાનો
    ઈ-મેઇલ મુક્યો છે મારી આંખમા.

    પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હુ તો
    સૂરજ ઊગાડુ બારસાખ મા.

    તને ટેરવેથી SMS મોકલુ ને
    આંખોથી મોકલુ E-MAIL….

  2. E.MAILમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

  3. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

    બેમિસાલ્… આસુઓ ની પણ તાકાત નથી કે ….સમજાવિ શકે કે…

    તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

    મને લાગે છે કે.
    બે ચાર યાદો મિલન ની લખી દો તો ચાલશે
    વિરહ મા હવે બીજુ કઈ સગાથ મા નથી હવે

    રસ્તાઓ બધા પાછા વળી ને મને સગાથે બોલાવે નહી તો ચાલશે
    તમારા પગલાઓ મ્હારી તરફ્ વાળી દેશો તો મઝિલો વગર પણ ચાલશે…”

    કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

  4. બહુજ સુન્દર ગઝલ છે.

    મને નીચેની પંક્તિઑ બહું ગમી.

    તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

    thank you UrmiSagar for providing full gazal !!

  5. બકુલેશ દેસાઈ:મુક્તક

    આંખ જોકે આ અમારી હોય છે
    ઝંખના એમાં તમારી હોય છે
    સ્મિત આંજી ને ગુલાબી હોઠના-
    જાગતી વ્યાકુળ અટારી હોય છે

    છબીનો જ ભાવ જાણે આ મુક્ત દર્શાવી રહ્યું હોય એવું શું નથી લાગતું?
    જય

  6. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

    તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

    અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
    તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,

    તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
    તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

    કોઇ મને બીજા તો સહારા નહીં મળે
    અમથા જ તારા હાથે દિલાસા લખ મને !

    મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
    કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

    – દિલીપ પરીખ

    મને ખબર નથી કે આ ગઝલ આખી છે કે અધુરી…

    • સાહેબ આ રચના ની પ્રથમ ત્રણ પંક્તિ મારી છે.

      રાજશી બારીયા
      ને આપ આપના નામે ..ચઢાવો છો.

      ૯૮૭૯૭૬૪૯૬૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *