સમી સાંજનો ટહુકો… – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : ગાયત્રી રાવળ

.

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો,
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો,
સમી સાંજનો …

સમી સાંજનો ટહુકો, હો જી ચાંદાની આંખડીએ,
નીકળૂં હૂં તો ફરવા ચઢીને, સૂરજની ચાખડીએ,
દૂર દૂર તે નજરે આવી, નાજુક નમણી ચારુ,
ચહું પૂછવા તેને હું તો કોની તું વહુવારું…
સમી સાંજનો ટહુકો…

સ્મિતે એના રહ્યું વેરાઈ, દિશ દિશમાં અજવાળું,
ત્યાં તો મારી દ્રષ્ટિ પર એ, ધીડી ગયું કો’તાળું,
ચિતરાની હું ચીઠ્ઠી- ટહુકો, તાળૂં એ ખખડાવે,
અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે,
સમી સાંજનો ટહુકો…

ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો,
અમાસ મારી ગયો ઊજાળી, એ તો અમથો અમથો,
લીલા વનમાં રમે ચૂંદડી, ચાંદો રમવા આવ્યો
ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો..

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો (૨)
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો.

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ

5 replies on “સમી સાંજનો ટહુકો… – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’”

  1. i had given book-sakal kavita to music director late shree F.R.Chhipa and he had selected first this song and composed within three days and called me to listen it.chhipa was very noble artist and very lovable person

  2. મસ્તીભયૉ સમી સાંજનો ટહુકો આજે ટહુકા પર ટહુક્યો..!!
    ઘણા દિવસે મસ્તીભયુઁ..ચુલબુલું..ગીત પેશ કયુઁ.

    ઝીણાભાઈ દેસાઈના શબ્દો અને ગાયત્રી રાવળનો મધુર સ્વર…
    આ ગીતે મન મોહી લીધું..!!
    સુંદર રજુઆત..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *