જળકમળ છાંડી જાને બાળા – નરસિંહ મહેતા

ટહુકો પર ઘણા વખતથી ગુંજતું આ ગીત… આજે ફરી એકવાર – એક નવા સ્વર સાથે… અને એ પણ ટહુકોના એક એકદમ ખાસ Supporter ની ફરમાઇશ પર.. 🙂

kaliyanag_krsna

.

સ્વર : ??

.

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

( કવિ પરિચય )

86 replies on “જળકમળ છાંડી જાને બાળા – નરસિંહ મહેતા”

  1. ખુબ સરસ never expected such a beautiful son in gujrati with sangit and sur lay

    આવુ સરસ ખાવાનુ પેીરસ્તા રહો

  2. Ahmedabad! About forty three years ago in Best Middle School (high scool was yet to come) two students in Bhatt sir’s (?) Gujarati class spontaneously “acted out” this wonderful poem. Parimal Desai (now Dr Desai -just like his very fine father) became “Krishna” and I was all “other”characters. No one stooped us, in fact the teacher encouraged us (he was singing and we were acting!) it was a hit! And that day is etched in my memory with an indelible ink of wonder, happiness and innocence. Those were the days.
    Thank you Jayshree for leading me down the memory lane.

  3. બહુ મજા આવે શે તમારા બધા ગિત સાભળવાનિ ખરેખર અદ્અભુત

  4. બહુ સરસ ખરેખર એ સમયની યાદ આવી ગઈ. જેને જીવનને ઊધ્વ ગતિ સાથે ઊત્તમ મતિ આપી.આપનો આભાર.

  5. ખુબ સુન્દર છે. મારે “અખડ રોજિ તો હરિના હાથ મા ” કવિતા જોઇએ છે.
    તો મને મારા email address પર મોકલિ આપવા ક્રુપા કરશો જિ…

  6. સરસ પ્રભાતિયુ બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.

  7. આભાર.સ્તુત્ય અને પવિત્ર અનુભુતિ. અતિ સરસ .

  8. આ સુંદર ગીત ઉપર અમે નાટક ભજવ્યુ હતુ, તેની યાદ તમે મને કારાવી.આભાર…………….

  9. I really love this song since my childhood. I really liked it. Thankyou so much for posting.

  10. અતિ સુન્દર! શુ આ મા.દિવાળેીબેન ભેીલ અને પ્રફુલ દવેના સ્વરોમા છે? મે. કરી જણાવશોજી.

  11. This my one of most favorite kavita. but please give me download link for this .
    Thanks and God Blessing you.

  12. નાના હતા ત્યારે જે રીતે ગાતા તે કરતા જુદી જુદી રીતે ગાયકી સાંભળી આનંદ થયો

  13. બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.
    આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !

  14. વાહ શુ સવાર છે આજ નિ…….યાદ પન નથિ કે છેલ્લે ક્યારે સાભળેલુ આ ગિત……આભાર.

  15. બાળપણ ની યાદ આવી ગયી. આપ નો ખુબ ખુબ આભાર.
    આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !

  16. આપ્ નો ખ્બ ખ્બ અભાર્.
    ક્ઇ િર્ત ઈ-મૈલ મા મુકાય્?

  17. After Long time I listen…You have good Taste…I just seen first time that this type of all Gujarati Songs, Bhajans are on Web, You can read also & listen also. Thanks, Keep it up…

  18. HI All,

    Is there any way that i can download all these songs of Narsinh mehta, its really ncie to hear those in the morning… Thanks, Dhiren

  19. બહુ સુન્દર પ્રભાતિયુ મરા બેન સવારે ગાતા હતા

  20. દેવિકાકા NID વાળા
    ખુબજ સુન્દર ભજન સાભરવાની મઝા આવી ગઈ
    જેણ બાળપણ ની યાદ કરાવી

  21. ઘાણા સમય થી આ પદ શોધ તો હતો. આજે અચાનક જ અહિ મળી ગયુ. ધન્યવાદ.

  22. આજે જન્માશ્ટમિ છે..આ ગિત ખુબ ગોત્યુ પણ ન મળ્યુ…પછી અહિયા પપ્પાના કહ્યા પર ગોત્યુ…મન ખુબ ખુશ થ્યુ…બહુ આભાર!!!

  23. This is really nice, i get back to my childhood. This is so simple but full of bhakti. I couldnt stop my eyes getting wet.

  24. બહુજ સરસ ગીત ! મારી બા મને આ ગીત સુનાવતી. મારી બા ની યાદ આવી ગઇ. Its such a beautiful song with a great storyline. Thank You so much for sharing it with us.

  25. it is very good to hear this kind of song/kavita on this site, when i am away from my country. thank u for that.

  26. આજના જમાનામા આવા ગીતો કયાં સાંભળવા મળે છે !

  27. After Long time I listen…You have good Taste…I just seen first time that this type of all Gujarati Songs, Bhajans are on Web, You can read also & listen also. Thanks, Keep it up…

  28. આવુ સંદર પ્રભાતિયુ સાંભળવાની મજા આવી ,, આભાર જયશ્રીબહેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *